યુલિયા સ્વિરિડેન્કો બન્યા યુક્રેનના નવા વડાપ્રધાન

July 16, 2025

રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં મોટો ઉલટફેર થયો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ યુદ્ધના ઘર્ષણની સ્થિતિ વચ્ચે મહત્વનો નિર્ણય લીધો છે. ઝેલેન્સકીએ દેશના નવા વડા પ્રધાન તરીકે યુલિયા સ્વિરિડેન્કોની નિમણૂક કરી હતી. અગાઉ યુલિયા સ્વિરિડેન્કો ડેપ્યુટી સીએમ હતા અને એક અર્થશાસ્ત્રી પણ છે. તેમની સફળ કામગીરીને લઈને ઝેલેન્સકીએ યુલિયાને દેશની કમાન સોંપવાનો નિર્ણય કર્યો હતો.

યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ અત્યારે વધુ ભયંકર બન્યું છે. રશિયા દ્વારા સતત ડ્રોન હુમલાના કારણે અત્યારે યુક્રેન બેકફૂટ પર છે. ત્યારે અમેરિકાનું સમર્થન મેળવવા યુક્રેન દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ સહયોગ આપવાની વાત કરે છે પરંતુ વાસ્તવિક રીતે કોઈ નક્કર કામ થતું નથી. આવી સ્થિતિમાં યુક્રેનમાં સત્તામાં મોટો ઉલટફેર અનેક બાબતો સૂચવે છે. ઝેલેન્સકી દ્વારા યુલિયા સ્વિરીડેન્કોને યુક્રેનના રાષ્ટ્રપતિ બનાવી ડોનાલ્ડ ટ્રમ્પને સાધવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું રાજનીતિક વિશ્લેષકોનું અનુમાન છે.

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુલિયાને રાષ્ટ્રપતિ બનાવવાને લઈને ખુલાસો કરતાં કહ્યું કે 39 વર્ષીય સ્વિરીડેન્કો એક અર્થશાસ્ત્રી છે. રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેન અનેક રીતે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. એટલે એક અર્થશાસ્ત્રી તરીકે યુલિયા દેશને નાણાકીય રીતે વધુ સારી સ્થિતિમાં લાવી શકે છે. યુલિયા સ્વિરીડેન્કો હવેથી યુક્રેન સરકારનું નેતૃત્વ કરશે અને તેમના કાર્યપદ્ધતિના અનુભવ મળતે દેશમાં મોટું પરિવર્તન આવી શકે છે.