ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
July 16, 2025

શિરોમણી ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીને ફરી એક વખત 'ગોલ્ડન ટેમ્પલ'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેઈલ કરીને આ ધમકી આપવામાં આવી છે. છેલ્લા 20 કલાકમાં આ ધમકી બીજી વખત મળી છે. ત્યારબાદ ડોગ સ્કવોર્ડ સહિતની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે પણ 'ગોલ્ડન ટેમ્પલ'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
SGPCએ આ ગંભીર જોખમને જોતા પંજાબના મુખ્યપ્રધાનને પત્ર લખીને તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પોતાના પત્રમાં SGPCએ લખ્યું કે શ્રી અમૃતસર સાહિબની ઈમેઈલ આઈડી પર વધુ એક ઈમેઈલ મળ્યો છે. આ ઈમેઈલમાં કોઈએ સચ્ચખંડ શ્રી હરમંદિર સાહિબમાં RDX રાખવાના ષડયંત્રની જાણકારી આપી છે. SGPCએ પંજાબ સરકાર પાસે આગ્રહ રાખ્યો છે કે તે તાત્કાલિક આ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરાવે અને ગુરૂદ્વારાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે.
Related Articles
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિ...
Jul 16, 2025
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો...
Jul 16, 2025
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હ...
Jul 16, 2025
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘ...
Jul 16, 2025
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણી લેબલ
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણ...
Jul 16, 2025
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં વરસાદે પૂર જેવી સ્થિતિ
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમ...
Jul 16, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025