ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો

July 16, 2025

ઇરાનમાં રહેવા ભારતીય દૂતાવાસે ભારતીયોને ટ્રાવેલ માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. ઇરાનની બદલાતી પરિસ્થિતિઓ પર નજર રાખે અને ભારતીય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સલાહનું પાલન કરે. ઇરાનમાં રહેલા ભારતીય દૂતાવાસએ 15 જુલાઇએ એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં ભારતીય નાગરિકોને આગ્રહ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો. 

ભારતીય દૂતાવાસ તરફથી આ સલાહ ત્યાં વધી રહેલી સુરક્ષા-ચિંતાઓ વચ્ચે આવી છે. ભારતીય દૂતાવાસએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે ઘણા અઠવાડિયાથી સુરક્ષા સંબંધિત ઘટના ક્રમ જોતા, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે તે ઇરાનની જરૂર વિના યાત્રા કરતા પહેલા ત્યાં સ્થિતિ કેવી છે તે જુઓ અને સાવધાની પૂર્વક તેની પર વિચાર કરો.

વર્તમાન સ્થિતિમાં જે ભારતીયો ઇરાનમાં રહી રહ્યા છે તેઓ ભારત પરત ફરવા માગે છે. તેમના માટે દૂતાવાસએ કહ્યું કે વિકલ્પ ઉપલબ્ધ ચે. પોસ્ટમાં કહેવામાં આવ્યુ છે કે જેઓ ભારતીય નાગરિક કે ત્યાં પહેલેથી જ અને ભારત આવવા માગે છે તેમણે કર્મશિયલ ફ્લાઇટ અને નૌકા વિકલ્પનો લાભ ઉઠાવી શકે છે.