પુલ કૂદાવી નદીમાં પડી કાર, આઠ લોકોના કરૂણ મોત: મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના
April 22, 2025

મધ્યપ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે. દમોહ જિલ્લાના નોહટા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બનવાર ચોકીના મહાદેવ ઘાટ પુલ પાસે આજે બપોરે એક બોલેરો કાર બેકાબૂ થઈને પુલ કૂદાવી નદીમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકોના કરૂણ મોત થઈ ગયા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે જબલપુર રિફર કરવામાં આવ્યા છે. મૃતકો જબલપુર જિલ્લાના પૌડી અને નજીકના ગામોના રહેવાસી છે. આ લોકો બંદકપુરથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.
માહિતી મળતાં જ કલેક્ટર સુધીર કોચર અને એસપી શ્રુત કીર્તિ સોમવંશી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ તેઓ જિલ્લા હોસ્પિટલમાં આવીને ઘટનાની જાણકારી આપી. સરકાર દ્વારા મૃતકોને વળતરની રકમ પણ આપવામાં આવશે.
મૃતકના સંબંધી ગોવિંદ સિંહે જણાવ્યું કે, આ તમામ લોકો એક જ પરિવારના સભ્યો છે. તેઓ મંગળવારે સવારે અલગ-અલગ કારમાં બંદકપુરના દર્શન માટે આવ્યા હતા. અહીંથી દર્શન કરીને ગામ પાછા જઈ રહ્યા હતા. ત્યારે બનવારના મહાદેવ ઘાટ પુલ પરથી એક બોલેરો નીચે ખાબકી ગઈ. વાહનમાં 13 લોકો સવાર હતા, જેમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા અને સાત ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે ઘાયલ વ્યક્તિઓના હોસ્પિટલમાં મૃત્યુ થયા છે અને બાકીના 5 ઘાયલોની હાલત ગંભીર હોવાથી ગ્રીન કોરિડોર બનાવીને તેમને જબલપુર રિફર કરવામાં આવ્યા હતા. તમામ લોકો એક જ પરિવારના સભ્યો છે.
અકસ્માતની સૂચના મળતા જ કલેક્ટર સુધીર કોચર અને એસપી શ્રુત કીર્તિ સોમવંશી ઘટનાસ્થળે પહોંચ્યા અને ગ્રામજનો પાસેથી ઘટનાની માહિતી લીધા બાદ જિલ્લા હોસ્પિટલ માટે રવાના થયા. કલેક્ટર કોચરે જણાવ્યું કે, 'આ અકસ્માત મહાદેવ ઘાટ પુલના વળાંક પર સર્જાયો હતો. ગ્રામીણોએ જણાવ્યું કે બોલેરોની સ્પીડ ખૂબ વધારે હતી, તેથી ડ્રાઈવર તેને નિયંત્રિત ન કરી શક્યો. આ કારણે બોલેરો નદીમાં ખાબકી ગઈ. માહિતી લીધા બાદ સરકાર દ્વારા મૃતકોને યોગ્ય વળતર રકમ આપવામાં આવશે. આ ઉપરાંત પુલ પર જે પણ જરૂરી કામ હશે તે પણ શરૂ કરાવવામાં આવશે.'
Related Articles
ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો, હવે PoK પર જ વાત થશે : મોદી
ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો, હ...
May 12, 2025
યુદ્ધ નહીં રોકો તો વેપાર નહીં કરીએ, ત્યારે સીઝફાયર થયું: ટ્રમ્પ
યુદ્ધ નહીં રોકો તો વેપાર નહીં કરીએ, ત્યા...
May 12, 2025
PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પણ પહોંચ્યા
PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સ...
May 12, 2025
ભારત-પાકિસ્તાન સીઝફાયરમાં અમેરિકાની દખલ મુદ્દે વિપક્ષ આક્રમક, સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી ટ્રેન્ડમાં
ભારત-પાકિસ્તાન સીઝફાયરમાં અમેરિકાની દખલ...
May 12, 2025
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગ...
May 12, 2025
છત્તીસગઢના રાયપુરમાં ટ્રેલર સાથે અથડાતા માલવાહક વાહનમાં બેઠેલા 13 લોકોના મોત
છત્તીસગઢના રાયપુરમાં ટ્રેલર સાથે અથડાતા...
May 12, 2025
Trending NEWS

12 May, 2025