એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અમેરિકન શેરમાર્કેટમાં હડકંપ, બોઈંગના શેરમાં 1 લાખ કરોડનું ધોવાણ
June 12, 2025
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં જ ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાયો હતો. બપોરના ટ્રેડિંગ સેશનમાં ટાટા ગ્રૂપના શેર્સ તૂટતાં સેન્સેક્સ 1000 પોઈન્ટ સુધી ગગડ્યો હતો. જે અંતે 823.16 પોઈન્ટના ઘટાડે 81691.98 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં ટાટા મોટર્સના શેર્સ સૌથી વધુ 2.89 ટકા ઘટાડા સાથે ટોપ લૂઝર રહ્યા હતાં. બીજી બાજુ અમેરિકન સ્ટોક માર્કેટમાં પણ એરોપ્લેન મેકર કંપની બોઈંગના શેર્સ કડડભૂસ થયા હતાં.
અમેરિકન સ્ટોક માર્કેટમાં પ્રિ-ઓપનિંગ સેશનમાં બોઈંગના શેર 8 ટકા સુધી તૂટ્યા હતાં. અમદાવાદમાં ક્રેશ થયેલુ એર ઈન્ડિયાનું પ્લેન બોઈંગ 787-8 ડ્રીમલાઈનર હતું. પ્રિ-માર્કેટમાં જ બોઈંગના શેર તૂટતાં માર્કેટ કેપમાં 12 અબજ ડોલર અર્થાત 1 લાખ કરોડ રૂપિયાનું ગાબડું નોંધાયુ હતું.
એરોપ્લેન મેકર કંપની બોઈંગનો શેર પ્રિ-માર્કેટમાં 7 ટકાથી વધુ તૂટ્યો હતો. જે 7.67 ટકા તૂટી 197.58 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમાચાર લખાયા ત્યારે 0.85 ટકાના ઘટાડે 214 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. બુધવારે 214 ડોલર પર બંધ રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં 24 ટકાની તેજી નોંધાયા બાદ આજે આ દુર્ઘટનાના કારણે કડાકો નોંધાયો હતો.
બોઈંગના શેર્સ ભલે પ્રિ-ઓપનિંગ સેશનમાં કડડભૂસ થયા છે. પરંતુ આ ઘટાડો મોટો છે. રોકાણકારોને રૂ. 1 લાખ કરોડથી વધુનું નુકસાન થઈ શકે છે. કંપનીની માર્કેટ કેપ ગઈકાલે 161.36 ડોલર હતી. જેમાં 12 અબજ ડોલરનું નુકસાન થયુ છે. વેલ્યૂએશન પ્રિ-માર્કેટમાં ઘટી 149 અબજ ડોલર થયુ છે. નિષ્ણાતો અનુસાર, અમેરિકન સ્ટોક માર્કેટ ખૂલ્યા બાદ કંપનીના શેરની સ્થિતિ સ્પષ્ટ થશે. અમેરિકાનું શેરબજાર અમેરિકાના સમયાનુસાર 9.30 વાગ્યે ખૂલે છે.
Related Articles
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડાકો, ક્રૂડ ઓઈલ એકઝાટકે 80 ડૉલરની નજીક
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડા...
Jul 08, 2026
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 1800 તો નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ,...
Jul 08, 2026
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1000 થી વધુનો કડાકો, વાયદા બજારમાં ભૂકંપ
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1...
Jul 01, 2026
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો કડાકો
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો...
Jun 27, 2026
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500...
Jun 23, 2026
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદ...
Jun 22, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026