Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

એર ઈન્ડિયા નવી બેગેજ પોલિસી, નવજાત શિશુ સાથે માતા-પિતાને 47 કિલોની મંજૂરી

January 28, 2025

દિલ્હી - એર ઈન્ડિયા એક્સપ્રેસે અમુક દેશોની મુસાફરી માટે ફ્રી લગેજ પોલિસીમાં ફેરફારો કર્યા છે. જેમાં મધ્ય-પૂર્વ અને સિંગાપોર જતાં મુસાફરો હવે 20 કિગ્રાના બદલે 30 કિગ્રા સામાન સાથે લઈ જઈ શકશે. જેમાં સાત કિગ્રા કેબિન બેગેજ લઈ જવા પણ મંજૂરી આપી છે.


એર ઈન્ડિયાએ નવજાત બાળક સાથે મુસાફરી કરતાં મુસાફરો માટે 7 કિગ્રા કેબિન બેગેજ સાથે 47 કિગ્રા સુધી સામાન લઈ જવા મંજૂરી આપી છે. નવજાત બાળકના સામાન માટે વધારાનું 10 કિગ્રા વજન મળશે. વધુમાં એરલાઈને એક્સપ્રેસ બિઝ ક્લાસમાં મુસાફરી કરતાં લોકોને 40 કિગ્રા બેગેજ અલાઉન્સ આપવાની મંજૂરી આપી છે. જે બિઝનેસ ક્લાસમાં મળતી સુવિધાને સમકક્ષ છે.


મુસાફરો નવી એક્સ્ટ્રા કેરિ-ઓન સર્વિસ સાથે વધારાનું ત્રણથી પાંચ કિગ્રા કેબિન બેગેજ લઈ જઈ શકશે. વધુમાં મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. જો કે, કેબિન બેગેજની સાઈઝ મર્યાદા મુજબ સામાન લઈ જવો જરૂરી છે. તેનાથી મોટા ઈન્સ્ટ્રુમેન્ટ પર સ્પેશિયલ ચાર્જ વસૂલાશે. કેબિન બેગેજ પોલિસીમાં થયેલા ફેરફારો હેઠળ મુસાફરો બે કેબિન બેગેજ લઈ જઈ શકશે. પરંતુ બંનેનું સંયુક્ત વજન સાત કિગ્રા હોવું જરૂરી છે. જેમાં લેપટોપ બેગ, હેન્ડબેગ, બેકપેક અને નાની સાઈઝની બેગ સમાવિષ્ટ છે. કેબિન બેગેજની સાઈઝ 40 સેમી x 30 સેમી x 10 સેમીથી વધુ હોવુ જોઈએ નહીં. કેબિન બેગેજ સામેની સીટ પર નીચે આરામથી ફીટ થઈ શકે તે મુજબ જ હોવી જોઈએ