એલન મસ્કે સોશિયલ મીડિયા પર કરાવ્યો પોલ, 80% લોકોનું મળ્યુ સમર્થન
June 07, 2025
ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્ક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની દોસ્તી તુટી ગઇ છે. બંને વચ્ચે સતત આકરા પ્રહારો થઇ રહ્યા છે. બંનેમાંથી કોઇ નમના તૈયાર નથી. આ તમામ સમાચારની વચ્ચે મસ્કે અમેરિકામાં એક નવા રાજનીતિક દળની જરૂરને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. એલોન મસ્કે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોલ શરૂ કર્યો છે જેમાં તેણે પુછ્યુ છે કે અમેરિકામાં એક નવા રાજનીતક દળની ( રાજકીય પક્ષ) જરૂર છે. આ પોલના પરિણામમાં 80% લોકોએ સમર્થનમાં મતદાન કર્યુ છે.
આ મતદાન કરનારાઓનુ માનવુ છે કે હા ખરેખર અમેરિકામાં એક નવા પક્ષની એક રાજકીય પાર્ટીની જરૂર છે. મસ્કે X પર લખ્યુ છે કે જનતા પોતાનો નિર્ણય આપી ચુકી છે, અમેરિકામાં એક નવા રાજકીય પક્ષની જરૂર છે,જેમાં બહુમતીથી એટલે 80% લોકોએ સમર્થન આપી દીધુ છે. ત્યારબાદ મસ્કે એક પોસ્ટમાં ફક્ત એટલુ જ લખ્યુ છે કે 'The America Party'. આ વધુ એ સમયે થઇ રહ્યુ છે જ્યારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મસ્ક પર આકરા પ્રહાર કર્યા હતા.
ટ્રમ્પે મસ્ક પર નિશાન સાધીને કહ્યુ હતુ કે મારે કોઇની જરૂર નથી ત્યારે મસ્કે પણ તેનો સણસણતો જવાબ આપીને કહ્યુ હતુ કે મારા વદર ટ્રમ્પ ચૂંટણી જીતી જ નહી શકે. તો ટ્રમ્પે મસ્કને Truth Social વળતો પલટવાર કહીને કહી દીધુ કે મસ્ક તો વિશ્વાસઘાતી છે તેના પર આંધળો વિશ્વાસ કરવો ભારે પડ્યો. ચેતવણી પાઠવતા ટ્રમ્પે કહ્યુ કે મસ્ક ભૂલી રહ્યા છે કે હું ધારૂ તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી શકુ તેમ છુ. ટ્રમ્પે કહ્યુ કે બજેટમાં અરબો ડોલર બચાવવાનો સૌથી સરળ ઉપાય છે એલોન મસ્કને આપેલી સરકારી સબસીડી બંધ કરી દેવી.
Related Articles
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90...
Jul 10, 2026
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂએ કરી ટેલિફોનિક વાતચીત
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્ય...
Jul 10, 2026
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000ની છટણી
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં...
Jul 10, 2026
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી....
Jul 08, 2026
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026