Breaking News :
3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું: ડોપિંગ બેન બાદ તણાવમાં હોવાનો દાવો! જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એલર્ટ: નાગરિકોને 7 દિવસનું રાશન-પાણી સંગ્રહવા સરકારનો આદેશ તમિલનાડુની થેની સબ-જેલમાંથી ગાર્ડ પર હુમલો કરી ભાગેલા 17 પૈકી 13 કેદી ઝડપાયા, 9 જેલકર્મી સામે કાર્યવાહી નવી મુંબઈના કરાવે ગામમાં ભીષણ આગથી 4 ઝૂંપડાં ખાખ, 4 વાહનોને ભારે નુકસાન: જાનહાનિ ટળી અર્નબ' વાવાઝોડાથી આંધ્રપ્રદેશ-ઓડિશામાં તબાહી: દેશના 6 રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 તો નિફ્ટીમાં 175 પોઈન્ટનું ગાબડું, જિયોના IPO નું બમ્પર લિસ્ટિંગ

વક્ફ બિલના તમામ બદલાવને JPCની મંજૂરી, વિપક્ષની ભલામણ ફગાવાઈ

January 27, 2025

સંસદની જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી)એ વક્ફ બિલમાં સુધારા કરવા મંજૂરી આપી દીધી છે. જેમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ 14 સુધારાઓને મંજૂરી મળી છે. બીજી તરફ વિપક્ષ દ્વારા આપવામાં આવેલી ભલામણોને ફગાવી દેવામાં આવી છે. 

વક્ફ બિલ સુધારા પર આજે સોમવારે સવારે 11 વાગ્યે યોજાયેલી જેપીસી બેઠકમાં પ્રત્યેક કલમો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એનડીએના તમામ 14 ફેરફારોના પ્રસ્તાવનો સ્વીકાર કરતાં જેપીસી અધ્યક્ષ જગદમ્બિકા પાલે જણાવ્યું હતું કે, 'સમિતિ તરફથી કરવામાં આવેલા સંશોધન કાયદાને વધુ સારો અને અસરકારક બનાવશે. જ્યારે વિપક્ષેે આ બિલની ટીકા કરતાં તેનાથી લોકતંત્રની પ્રક્રિયા બરબાદ થવાનો આરોપ મૂક્યો હતો. છેલ્લા છ મહિનાથી આ સુધારાઓ પર ચર્ચા થઈ રહી હતી. તમામ સભ્યો પાસેથી સુધારાઓ મગાવવામાં આવ્યા હતા. આજની અંતિમ બેઠકમાં બહુમતીના ધોરણે 14 સુધારાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષ દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓમાંથી 10 મત સમર્થનમાં અને 16 મત વિરોધમાં મળતાં તેને ફગાવી દેવામાં આવ્યા છે.'