ગુજરાતના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ, તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના

May 09, 2025

અમદાવાદ : વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશના સરહદી વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભુજ-અમદાવાદ-ભુજ, ગાંધીધામ-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ભુજ-રાજકોટ-ભુજ ટ્રેનો રદ કરવામાં આવી છે. વેસ્ટર્ન રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'x' પર પોસ્ટ કરીને રદ કરવામાં આવેલી ટ્રેનોની માહિતી આપી હતી.


ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. જ્યારે રજા પર ગયેલા રાજ્ય સરકારના અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને આપવામાં આવી છે. જેમાં અધિકારી-કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક(હેડક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.