વ્યાજબી કારણો સિવાય 5 વર્ષથી નાના બાળકની કસ્ટડી માતા સિવાય કોઈને નહીં : ગુજરાત હાઇકોર્ટ
May 31, 2025

લગ્નજીવનની તકરારમાં છેલ્લા એક મહિનાથી લાપતા બનેલ પત્ની અને પુત્રીનો કબ્જો મેળવવા અરજદાર પતિએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી હેબીયર્સ કોર્પસ અરજીની સુનાવણીમાં પોલીસે આજે પુત્રી અને પત્નીને અદાલત સમક્ષ હાજર કર્યા હતા. જો કે, પુત્રની ઉમંર પાંચ વર્ષ કરતાં નાની હોવાથી જસ્ટિસ વિમલ કે.વ્યાસે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જયાં સુધી પૂરતા કે વાજબી કારણો ના હોય ત્યાં સુધી બાળકની કસ્ટડી માતા સિવાય અન્ય કોઇને પણ આપી શકાય નહી. આમ ઠરાવી હાઈકોર્ટે બાળકીની કસ્ટડી માતા પાસે જ રહેવા દઈ તેને સોંપી હતી અને કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં બાળકીની ઉંમર ત્રણ વર્ષની છે અને તેથી અદાલત માટે બાળકના કલ્યાણને જ સૌથી અગ્રીમ પ્રાધાન્યતા આપવાનું હોય છે. અદાલતનો અભિપ્રાય છે કે, આ ઉંમરમાં તેની માતા જ તેની પૂરતી કાળજી લઇ શકે તેમ છે, તેથી અરજદાર પિતાને પુત્રીની કસ્ટડી સોંપવાની માંગણી હાલના તબક્કે સ્વીકારી શકાય તેમ નથી. અરજદાર પિતા તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરાઈ હતી કે, અરજદારના વર્ષ 2008માં લગ્ન થયા હતા અને તેની પત્નીથી લગ્નજીવન દરમિયાન તેમને બે પુત્રો અને એક ત્રણ વર્ષની પુત્રી સંતાનમાં છે. જો કે, ગયા મહિને કોઇક કારણસર તેની પત્ની તેમની નાની ત્રણ વર્ષની બાળકીને લઈને કયાંક જતી રહી છે. અરજદારે તેના સગા-પરિચિતો, મિત્ર વર્તુળમાં તપાસ કરી પરંતુ કયાંય તેની ભાળ નહી મળતાં છેવટે અરજદારે સ્થાનિક પોલીસમાં જાણ પણ કરી છે. પરંતુ પોલીસ દ્વારા પણ અરજદારની પત્ની કે, પુત્રીને શોધવાના ફળદાયી પ્રયાસો કરવામાં આવ્યા નથી. અરજદારે તેમની રીતે પ્રયાસો કરતાં ખબર પડી છે કે, તેમની પત્ની અને પુત્રી રાજસ્થાનમાં છે અને સંબંધિત લોકો દ્વારા તેઓને ગેરકાયદે ગોંધી રખાયા છે, તેથી અદાલતે આ કેસમાં અરજદારની પત્ની અને પુત્રીને તાત્કાલિક શોધી અદાલત સમક્ષ હાજર હુકમ કર્યો હતો. આ હુકમના અનુસંધાનમાં પોલીસે પત્ની અને પુત્રી બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે, કોર્ટની કાર્યવાહી દરમિયાન પત્નીએ અરજદાર સાથે જવાની અનિચ્છા દર્શાવી હતી અને પુત્રીની વય પણ ત્રણ વર્ષથી નાની હોવાથી તેને પણ પોતાની સાથે જ રાખવાની માગ કરી હતી. જેથી હાઈકોર્ટે પત્નીની ઇચ્છા અને બાળકીની ઉંમર જાણ્યા બાદ જણાવ્યું હતું કે, કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ, જયાં સુધી કોઇ વાજબી કે પૂરતા કારણો ના હોય તેમજ પાંચ વર્ષથી નાની ઉંમરનું સંતાન હોય તો તેની કસ્ટડી માતા સિવાય અન્ય કોઇને સોંપી શકાતી નથી. કારણ કે, માતા જ તેનો સારી રીતે ઉછેર કરી શકે છે. પ્રસ્તુત કિસ્સામાં પણ બાળકીની ઉંમર ત્રણ વર્ષની એટલે કે પાંચ વર્ષની નાની છે, તેથી તેની માતા જ પૂરતી કાળજી લઇ શકે એમ હોઈ પુત્રીની કસ્ટડી માતાને સોંપવામાં આવે છે.
Related Articles
મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ, વધુ એક ફરિયાદ દાખલ
મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડન...
Jun 01, 2025
કડી: મેવાણીના AAP ઉમેદવાર સાથેના ફોટો વાઈરલ થતા રાજકીય ગરમાવો
કડી: મેવાણીના AAP ઉમેદવાર સાથેના ફોટો વા...
Jun 01, 2025
બરોડા ડેરીના MD અજયકુમાર જોશીનું રાજીનામું મંજૂર, નવા અધિકારીની નિમણૂક
બરોડા ડેરીના MD અજયકુમાર જોશીનું રાજીનામ...
Jun 01, 2025
ગુજરાતમાં પાંચ પોલીસકર્મી સામે નશો, અકસ્માત અને દુષ્કર્મ સહિતના આરોપ
ગુજરાતમાં પાંચ પોલીસકર્મી સામે નશો, અકસ્...
Jun 01, 2025
રાજકોટ નજીક જુગારીએ જીવ ગુમાવ્યો, પોલીસના ડરથી કૂવામાં ખાબકતાં મોતને ભેટ્યો
રાજકોટ નજીક જુગારીએ જીવ ગુમાવ્યો, પોલીસન...
Jun 01, 2025
Trending NEWS

INDIA ગઠબંધનમાં પડી તિરાડ! બિહાર વિધાનસભામાં AAP ત...
02 June, 2025

કોરોના વકર્યો, નવા 203 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 396...
02 June, 2025

ધૂળની ડમરી અને તોફાનને લીધે રાયપુરથી દિલ્હી જતી ફ્...
02 June, 2025

પૂર્વોત્તરના રાજ્યોમાં કુદરતનો કહેર, પૂર અને ભૂસ્ખ...
02 June, 2025

અમદાવાદમાં કોરોનાથી પહેલું મોત
02 June, 2025

ગાઝામાં મદદ કેન્દ્રમાં ટેન્ક લઈને ઘૂસી ઈઝરાયલની સે...
01 June, 2025

રશિયાના એરબેઝ પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો...
01 June, 2025

ઈરાન ટૂંક સમયમાં બનાવી લેશે પરમાણુ બોમ્બ? IAEAના ર...
01 June, 2025

હાલ મારું ધ્યાન મિશન પર, ભારત આવીને જવાબ આપીશ: થરૂ...
01 June, 2025

અજિત પવારને મોટો ઝટકો! એકઝાટકે 7 ધારાસભ્યોએ સાથ છો...
01 June, 2025