અમેરિકાના શેર માર્કેટમાં હાહાકાર: મંદીની આશંકાથી નેસડેકમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો
March 11, 2025
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. જેના કારણે આર્થિક મંદીના અણસાર છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે યુએસ શેરબજારમાં ગભરાટનો માહોલ હતો અને ડાઉ જોન્સથી લઈને એસએન્ડપી ઇન્ડેક્સ ખરાબ રીતે તૂટ્યા હતા. નેસડેક 4% ઘટ્યો હતો. અમેરિકી બજારમાં કડાકાની અસર મંગળવારે ખુલતાની સાથે જ એશિયન બજારોમાં જોવા મળી હતી. ખાસ વાત એ છે કે અમેરિકન શેરબજારોમાં 2 વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો છે.
અમેરિકાના શેરબજારોમાં છેલ્લા ટ્રેડિંગ દિવસે, ટેસ્લા શેર્સ (ટેસ્લા શેર 15% ડાઉન) સહિત ઘણી મોટી વૈશ્વિક કંપનીઓના શેર્સ તૂટ્યા હતા. જયારે ડાઉ જોન્સની સ્થિતિ ખરાબ હતી, ટ્રેડિંગ દરમિયાન તેમાં 1100 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો, અને 2.08%ના ઘટાડા સાથે 41,911.71 પર બંધ થયો હતો.
S&P-500 માં પણ ડાઉ જોન્સ જેવી જ સ્થિતિ જોવા મળી હતી અને તે 155.64 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે નેસડેક 4% ઘટીને 17,468.32 પર બંધ થયો, સપ્ટેમ્બર 2022 પછી આ ઇન્ડેક્સમાં આ સૌથી મોટો ઘટાડો છે.
અમેરિકન બજારોમાં આવેલી મંદીની અસર મંગળવારે એશિયન બજારો પર પણ જોવા મળી રહી છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ખુલતાની સાથે જ લગભગ 2% ઘટ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી ઈન્ડેક્સ પણ 2%થી વધુના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય હોંગકોંગનો હેંગસેંગમાં પણ આની અસર દેખાઈ હતી.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરે દુનિયામાં હલચલ મચાવી દીધી છે અને દુનિયામાં ટ્રેડ વોર શરૂ કરી દીધી છે. એક તરફ અમેરિકા ઘણા દેશો પર ટેરિફ લાદી રહ્યું છે તો બીજી તરફ અન્ય દેશો પણ અમેરિકા સામે વળતો પ્રહાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશમાં મોંઘવારીનો ખતરો દેખાઈ રહ્યો છે. આ સિવાય યુએસ ફુગાવાનો ડેટા 12 માર્ચે રિલીઝ થવા જઈ રહ્યો છે અને બીજા દિવસે પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ (PPI) જાહેર કરવામાં આવશે. એકંદરે, ટેરિફ, ફુગાવો અને વૈશ્વિક મંદીનો ભય બજાર પર વર્ચસ્વ ધરાવતો જણાય છે.
Related Articles
મ્યાનમારમાં લોહિયાળ હુમલો, સેનાએ બોંબ ઝિંકતા હોસ્પિટલ નષ્ટ, 34 દર્દીના મોત, 80 ઈજાગ્રસ્ત
મ્યાનમારમાં લોહિયાળ હુમલો, સેનાએ બોંબ ઝિ...
Dec 12, 2025
અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ!
અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્...
Dec 11, 2025
'સુંદર ચહેરો અને મશીન ગન જેવા હોઠ...' 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી અંગે ટ્રમ્પની જીભ લપસી
'સુંદર ચહેરો અને મશીન ગન જેવા હોઠ...' 28...
Dec 10, 2025
અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર, 1 વિદ્યાર્થીનું મોત, શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ
અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગ...
Dec 10, 2025
અમેરિકાની ટ્રમ્પ સરકારે 1 વર્ષમાં 85000 વિઝા રદ કર્યા, સૌથી મોટો ઝટકો વિદ્યાર્થીઓને
અમેરિકાની ટ્રમ્પ સરકારે 1 વર્ષમાં 85000...
Dec 10, 2025
અમેરિકામાં ઉડતું વિમાન અચાનક રોડ પર દોડતી કાર પર આવીને પડતા મહિલાનું મોત
અમેરિકામાં ઉડતું વિમાન અચાનક રોડ પર દોડત...
Dec 10, 2025
Trending NEWS
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
10 December, 2025
09 December, 2025
09 December, 2025