ચૂંટણી વચ્ચે ભાજપે શરૂ કર્યો 'અનામત'નો ખેલ, SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ લાભ
April 05, 2026
દિલ્હી ઃ ઓડિશાની મોહન ચરણ માઝી સરકારે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં દાયકાઓથી ચાલી આવતી અનામત વ્યવસ્થામાં ધરખમ ફેરફાર કરીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. શનિવારે મોડી રાત્રે મળેલી કેબિનેટ બેઠકમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ઉચ્ચ તકનીકી શિક્ષણમાં SC, ST અને SEBC (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ) માટે અનામતની મર્યાદા લગભગ બમણી કરી દેવામાં આવી છે.
ઓડિશાના મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, હવે રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં બેઠકોની વહેંચણી નવા દરો પર થશે. ST (અનુસૂચિત જનજાતિ): અનામત 12% થી વધારીને 22.50% કરાયું છે. SC (અનુસૂચિત જાતિ): કોટા 8% થી વધારીને 16.25% કરાયો છે. SEBC (પછાત વર્ગ): પ્રથમ વખત 11.25% બેઠકો અનામત રાખવામાં આવી છે. નોંધનીય છે કે આ ફેરફારો છતાં સરકારે કુલ અનામતને 50% ની મર્યાદામાં જ રાખી છે, જેથી કોઈ કાનૂની ગૂંચ ઉભી ન થાય.
આ નિર્ણયથી ડોક્ટર કે એન્જિનિયર બનવાનું સપનું જોતા હજારો વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. મેડિકલ ક્ષેત્રે રાજ્યની કુલ 2,421 બેઠકોમાંથી હવે ST માટે 545 (પહેલા 290 હતી) અને SC માટે 393 (પહેલા 193 હતી) બેઠકો ફાળવવામાં આવશે. SEBC માટે 272 બેઠકો સુરક્ષિત રહેશે. એન્જિનિયરિંગ ક્ષેત્રે કુલ 44,579 બેઠકોમાંથી ST ને 10,030 અને SC ને 7,244 બેઠકો મળશે.મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું કે, આ પગલું આ સમુદાયોની વસ્તીના પ્રમાણમાં તેમને અધિકાર આપવા અને સામાજિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે. આ નીતિ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, ITI, પોલિટેકનિક અને આયુર્વેદ-કૃષિ વિજ્ઞાન જેવા તમામ ટેકનિકલ કોર્સમાં લાગુ પડશે.
રાજકીય જાણકારો આને ભાજપનો મોટો માસ્ટરસ્ટ્રોક માની રહ્યા છે. SEBC ને પ્રથમ વખત અનામત આપીને અને SC-ST કોટામાં મોટો વધારો કરીને ભાજપે નવીન પટનાયકના ગઢમાં ગાબડું પાડવા અને મોટા વોટ બેંકને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026