કર્ણાટકમાં ડખાંની વાતો વચ્ચે શિવકુમારે કહ્યું હું અને મુખ્યમંત્રી ભાઈઓ સમાન
December 21, 2025
બેંગ્લુરુ : કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કોંગ્રેસના નેતાઓ સાથેના મતભેદોના અહેવાલોને ફગાવી દીધા છે. બેંગલુરુના સદાશિવનગર સ્થિત નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, હું અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પરસ્પર ભાઈઓની જેમ કામ કરી રહ્યા છે અને પાર્ટીમાં કોઈ પણ પ્રકારનો આંતરિક ડખો નથી.’
ડી.કે.શિવકુમારે જણાવ્યું કે, શું મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને હું ભાઈઓની જેમ કામ નથી કરી રહ્યા? મારે કોંગ્રેસના કોઈ પણ નેતા સાથે કોઈ મતભેદ નથી.’ મુખ્યમંત્રીના નજીકના ગણાતા પૂર્વ મંત્રી કે.એન. રાજન્ના સાથેની મુલાકાત અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, રાજન્ના જેટલા મુખ્યમંત્રીના નજીક છે એટલા જ મારા પણ નજીક છે. એસ.એમ. કૃષ્ણાના સમયમાં મેં જ રાજન્નાને એપેક્સ બેંકના પ્રમુખ બનાવ્યા હતા.’ શિવકુમારે કહ્યું કે, મીડિયા અને વિપક્ષે કોંગ્રેસમાં મતભેદ હોવાની વાતો ચગાવી છે, જે ખોટી છે. છેલ્લા 16 વર્ષથી જ્યારે મુખ્યમંત્રી પાર્ટીમાં આવ્યા છે, ત્યારથી અત્યાર સુધી અમારા બંને વચ્ચે ક્યારેય કોઈ વિવાદ થયો નથી. કોંગ્રેસના તમામ નેતાઓ મિત્રો અને સહકર્મીઓ છે અને અમે બધા સાથે મળીને કામ કરી રહ્યા છીએ. મેં ક્યારેય કોઈ નેતા વિરુદ્ધ નિવેદન આપ્યું નથી, માત્ર વિરોધ પક્ષોની ટીકા કરી છે."
કોંગ્રેસના નેતા વી.આર. સુદર્શને મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્ર અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મારી જાણકારી મુજબ પાર્ટીમાં કોઈ ભ્રમની સ્થિતિ નથી. ભાજપ પોતાની આંતરિક મુશ્કેલીઓ અને ગરબડને છુપાવવા માટે કોંગ્રેસ વિરુદ્ધ ભ્રામક પ્રચાર કરી રહ્યું છે. રાજન્ના સાથેની મુલાકાત માત્ર એક શિષ્ટાચાર મુલાકાત હતી અને તેમાં કોઈ રાજકીય ગણિત નહોતું.’
Related Articles
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખંડથી બંગાળ સુધી વરસાદનો કહેર, UPમાં 2 બાળકોનાં મોત
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખં...
Sep 03, 2026
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આવેલું પવિત્ર તળાવ 90 ટકા સુકાયું, તંત્ર પાસે બચાવવાની ઉગ્ર માંગ
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આ...
Sep 02, 2026
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત...
Sep 02, 2026
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓ...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026