મહાકુંભમાં અમિત શાહ, સાધુ-સંતો સાથે લગાવી આસ્થાની ડૂબકી

January 28, 2025

ધર્મ નગરી પ્રયાગરાજમાં કેન્દ્રીય મંત્રી અમિતશાહ પહોંચ્યા છે. મહાકુંભમાં સ્નાનનું ઘણુ મહત્વ છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ સંગમ તટ પર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. આ સમયે તેમની સાથે બાબા રામ દેવસ સહિત સીએમ યોગી આદિત્યનાથ અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે અમિત શાહ પ્રયાગરાજમાં  અક્ષય વડ અને સૂતેલા હનુમાનના દર્શન કરશે. સીએમ યોગી દ્વારા મહાકુંભમાં અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમિત શાહ આજે  મહારાજ અને અન્ય સંતો સાથે બપોરનું ભોજન કરશે અને જુના અખાડાની મુલાકાત લેશે. પવિત્ર શહેરની મુલાકાત દરમિયાન  તેઓ ગુરુ શરણાનંદજીના આશ્રમની મુલાકાત લેશે અને ગુરુ શરણાનંદજી અને ગોવિંદ ગિરિજી મહારાજને મળશે. આ પછી તેઓ શ્રૃંગેરી, પુરી અને દ્વારકાના શંકરાચાર્યોને પણ મળશે. અમિત શાહ સાંજે દિલ્હી જવા રવાના થશે.

ગૃહમંત્રીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું કે, મહાકુંભ એ સનાતન સંસ્કૃતિના અવિરત પ્રવાહનું એક અનોખું પ્રતીક છે. અમિત શાહ પોતાના પરિવાર સાથે પવિત્ર નગરી પહોંચી ગયા છે.