અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
September 13, 2026
અમદાવાદ- ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 15 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના આંકડા મુજબ, રવિવારે(13 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં સાંજે કાળા-ડિબાંગ વાદળો વચ્ચે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જાણો ક્યાં-કેટલો વરસાદ પડ્યો.
અમદાવાદમાં આજે(13 સપ્ટેમ્બર) વરસાદનું ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ગત રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. ત્યારે આજે(13 સપ્ટેમ્બર) અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં નવાવાડજ, રાણીપ, જગતપુર, એસજી હાઇવે, ગોતા, મકરબા, જુહાપુરા, સરખેજ, આનંદનગર સહિતમાં વરસાદી માહોલ સક્રિય થયો છે.
આજે સવારે 6 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં સરેરાશ 1.05 ઇંચ વરસાદ નોંધાયો. શહેરના ઉત્તરમાં આવેલા હંસપુરા વિસ્તારમાં સૌથી વધુ 2.54 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે નરોડામાં 2.15 ઇંચ અને સરદારનગરમાં 1.91 ઇંચ વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં મોટેરામાં 2.20 ઇંચ, રાણીપમાં 1.69 ઇંચ, ચાંદખેડામાં 1.65 ઇંચ અને નવરંગપુરામાં 1.59 ઇંચ વરસાદ પડ્યો હતો. મધ્ય ઝોનના દુધેશ્વરમાં 1.95 ઇંચ અને પૂર્વના નિકોલમાં 1.81 ઇંચ તથા કઠવાડામાં 1.48 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન મોટા ભાગનો વરસાદ બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા દરમિયાન વરસ્યો હતો, જેના કારણે ખાસ કરીને ઉત્તર, પશ્ચિમ અને પૂર્વ ઝોનના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ શહેરની સરેરાશની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ રહ્યું હતું.
Related Articles
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026