પાકિસ્તાનમાં ફરી 4.6 ની તીવ્રતાનો ભૂંકપ, અઠવાડિયામાં ત્રીજી વખત ધરા ધ્રૂજી

May 12, 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ સીઝફાયર થઇ રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં કુદરતો પ્રકોપ યથાવત છે. અઠવાડિયામાં ત્રીજી વખત અહીં ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ વખતે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.6 નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે સુધી હતું. ઉલ્લેખનીય છે કે એક જ અઠવાડિયામાં ત્રીજી વખત પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો છે. અગાઉ ગત સોમવારે (5 મે) પણ  ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેની સમયે પણ તીવ્રતા 4.2 નોંધાઈ હતી. ત્યારે પણ ભૂકંપનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે નોંધાયું હતું.