અફઘાનિસ્તાનમાં 5.9ની તીવ્રતાનો ભૂંકપ, જમ્મુ-કાશ્મીર સુધી અસર વર્તાઈ

April 16, 2025

અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની અસર તિબેટ, બાંગ્લાદેશ અને ભારતના જમ્મુ અને કાશ્મીર સુધી જોવા મળી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનમાં સવારે 04ઃ43 વાગ્યે 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS એ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભૂકંપ 75 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ક્લાઈમેટ ચેન્જ (UNOCHA) અનુસાર, અફઘાનિસ્તાનમાં પૂર, ભૂસ્ખલન અને ભૂકંપ સહિત કુદરતી આફતો આવારનવાર આવતી છે. UNOCHA એ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં વારંવાર આવતા ભૂકંપથી ગણા ક્ષેત્રોને નુકસાન થાય છે.