બોઈંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઈન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી

July 22, 2025

એર ઈન્ડિયાએ પોતાના તમામ બોઈંગ 787 અને બોઈંગ 737 વિમાનોના ફ્યુલ કંટ્રોલ સ્વિચ (FCS)ના લોકિંગ મિકેનિઝમની સાવધાનીથી તપાસ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. એર ઈન્ડિયાના જણાવ્યાનુસાર, '14મી જુલાઈ 2025ના રોજ જાહેર કરાયેલી DGCAની સૂચનાઓનું  પાલન કર્યું છે.  બોઈંગ વિમાનોના ફ્યુલ કંટ્રોલ સ્વિચના લોકિંગ મિકેનિઝમમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.'

એર ઈન્ડિયાએ  જણાવ્યાનુસાર, 'તમામ બોઈંગ 787 અને બોઈંગ 737 વિમાનોનું  ફ્યુલ કંટ્રોલ સ્વિચ (FCS) લોકિંગ મિકેનિઝમની તપાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તેમાં કોઈ સમસ્યા મળી નથી. 12મી જુલાઈથી શરૂ થયેલી તપાસ પ્રક્રિયા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થઈ હતી.