પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતા નોંધાઈ

March 19, 2024

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મંગળવારે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, ભૂકંપના આંચકા એટલા જોરદાર નહોતા, જેના કારણે ઘણા લોકો તેના વિશે જાણી પણ શક્યા ન હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી.

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ક્વેટાથી ઉત્તરપશ્ચિમમાં 150 કિલોમીટર દૂર 35 કિલોમીટરની ઊંડાઈએ હતું. મળતી માહિતી મુજબ રાજધાની ક્વેટા, નોશ્કી, ચાગી, ચમન, કિલા અબ્દુલ્લા, દાલબાદિન, પિશિન અને પ્રાંતના કેટલાક અન્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાન હવામાન વિભાગે જણાવ્યું કે પાકિસ્તાન-ઈરાન સરહદી વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.