Breaking News :
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233 કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર

આંધ્રપ્રદેશ : રમતા રમતાં કારમાં ઘૂસ્યાં બાળકો, દરવાજો લૉક થતાં ચારેયના ગૂંગળામણથી મોત

May 19, 2025

આંધ્રપ્રદેશના વિજયનગરમાં એક દુઃખદ ઘટના બની. રમતા રમતાં ચાર બાળકો એક કારમાં ઘૂસી ગયા હતા. ત્યારે કાર અંદરથી અચાનક લૉક થઇ જતાં બાળકોનો શ્વાસ રૂંધાઈ જવાને કારણે ચારેય બાળકો મૃત્યુ પામી ગયાની હચમચાવી મૂકે તેવી ઘટના બની હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં માતમ પ્રસરી ગયો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે બાળકો આ કારમાં ઘૂસ્યા હતા ત્યારે કારના કાચ બંધ હતા જેના કારણે બૂમાબૂમનો અવાજ લોકો સાંભળી પણ નહોતા શક્યા. આ ઘટના વિજયનગરમના દ્વારપુડી ગામમાં બની હતી. જ્યારે આ બાળકો ઘણીવાર સુધી ઘરે નહોતા પહોંચ્યા ત્યારે તેમના પરિજનો તેમને શોધવા નીકળ્યા હતા ત્યારે ચારેય જણાની લાશ મળી હતી.  આ ઘટના વિજયનગરના દ્વારપુડી ગામમાં બની હતી. રવિવારે સવારે રજા હોવાથી તમામ બાળકો રમવા ગયા હતા. ઘણીવાર સુધી તેઓ ઘરે પાછા નહોતા આવ્યા ત્યારે તેમના પરિજનો તેમને શોધવા નીકળ્યા હતા. ત્યારે ચારેયના મૃતદેહો કારમાં ફસાયેલા જડ્યા હતા. આ કાર ગામના મહિલા સામુદાયિક કેન્દ્રના પાર્કિંગમાં પડી હતી.  ચારેયની ઓળખ ઉદય (8 વર્ષ), ચારુમતિ (8 વર્ષ), કરીશ્મા (6 વર્ષ) અને મનસ્વિની તરીકે થઇ હતી. આખા ગામમાં માતમ જેવો માહોલ પ્રસરી ગયો છે. આંધ્રપ્રદેશના મંત્રી કોંડાપલ્લી શ્રીનિવાસને પણ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.