સુડાનમાં વધુ એક હવાઇ હુમલો, બાંગ્લાદેશના 6 શાંતિ રક્ષકોના મૃત્યુ
December 15, 2025
સુડાનના યુએન સુવિધા કેન્દ્ર પર વધુ એક ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 6 શાંતિ રક્ષકોના મોત નીપજ્યા છે. હુમલામાં માર્યા ગયેલા તમામ પીડિત બાંગ્લાદેશી નાગરિકો હતા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના જણાવ્યા અનુસાર આ હુમલો મધ્ય ક્ષેત્ર કોર્ડોફાનના કદુગલી શહેરમાં આવેલા શાંતિ મિશનના લોજિસ્ટિક્સ બેઝ પર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અન્ય 8 લોકો ઘાયલ થયાના અહેવાલ મળ્યા છે. હુમલામાં માર્યા ગયેલા તમામ પીડિત બાંગ્લાદેશી નાગરિકો હતા, જે અબ્યેઈ માટેના સંયુક્ત રાષ્ટ્રના આંતરિમ સુરક્ષા દળ (યુનિસ્ફા)માં સેવા આપી રહ્યા હતા.
ગુટેરેસે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના શાંતિરક્ષકોને નિશાન બનાવનારા હુમલા આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ યુદ્ધ અપરાધ ગણાઈ શકે છે. તેમણે આ અનુચિત હુમલા માટે જવાબદાર લોકોને ગુનેગાર ઠેરવવાની માંગ કરી. સુડાની સેનાએ આ હુમલાનો આરોપ રેપિડ સપોર્ટ ફોર્સેસ પર મૂક્યો છે. આરએસએફ સુદાનનો એક કુખ્યાત અર્ધસૈનિક જૂથ છે, જે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી દેશના નિયંત્રણ માટે સેનાની સામે યુદ્ધ કરી રહ્યો છે. આરએસએફ તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આવી નહોતી.
Related Articles
IDFC બેંક કૌભાંડ: વિજિલન્સે માસ્ટરમાઈન્ડ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી
IDFC બેંક કૌભાંડ: વિજિલન્સે માસ્ટરમાઈન્ડ...
Feb 25, 2026
બિહારમાં એક્સ પ્રેમીએ લગ્નમાં આવી દુલ્હનને ગોળી મારી દીધી
બિહારમાં એક્સ પ્રેમીએ લગ્નમાં આવી દુલ્હન...
Feb 25, 2026
બાબા સિદ્દીકી કો જૈસે મારા વૈસે તુમકો ભી માર દેંગે કહીને મુંબઈમાં ગુજરાતી જ્વેલર્સને ધમકી
બાબા સિદ્દીકી કો જૈસે મારા વૈસે તુમકો ભી...
Feb 25, 2026
કેરળને મળ્યું નવું નામ: કેવી હતી 'કેરળમ'ની ઐતિહાસિક યાત્રા
કેરળને મળ્યું નવું નામ: કેવી હતી 'કેરળમ'...
Feb 25, 2026
મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ વારાફરતી કર્યો ગેંગરેપ, આસામમાં ભયાનક ઘટના
મિત્ર સાથે ફરવા આવેલી યુવતી પર 7 નરાધમોએ...
Feb 25, 2026
તમિલનાડુમાં SIRની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ, 74 લાખ નામ દૂર કરાયા
તમિલનાડુમાં SIRની અંતિમ મતદાર યાદી પ્રસ...
Feb 24, 2026
Trending NEWS
25 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
23 February, 2026
23 February, 2026
23 February, 2026