અમેરિકાની એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાનનો બહેરીન પર ભયંકર ડ્રોન એટેક
June 27, 2026
બહેરીન : સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં માલવાહક જહાજ પર થયેલા હુમલા બાદ અમેરિકાએ ઈરાન પર કરેલી એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાને હવે બહેરીન પર જવાબી ડ્રોન હુમલા કર્યા છે. ઈરાનનો દાવો છે કે, તેણે આ હુમલાઓ દ્વારા બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે રાતભર ચાલેલા આ સૈન્ય એક્શનના કારણે મિડલ ઈસ્ટમાં (મધ્ય પૂર્વ) પરિસ્થિતિ ફરી એકવાર બેકાબૂ બને તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જ બંને દેશો વચ્ચે સંઘર્ષ સમાપ્ત કરવા માટે બનેલી વચગાળાની સહમતિ અને સીઝફાયરની સ્થિતિ હવે જોખમમાં મુકાઈ ગઈ છે.
અમેરિકાએ ગુરુવારે હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક જહાજ પર થયેલા ઈરાની ડ્રોન હુમલાના જવાબમાં શુક્રવારે ઈરાન પર હવાઈ હુમલા કર્યા હતા. આના પ્રત્યાઘાત રૂપે શનિવારે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા બહેરીન તરફ આત્મઘાતી ડ્રોન મોકલવામાં આવ્યા હતા. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNA દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, તેમણે આ વિસ્તારમાં સક્રિય 'અમેરિકી આતંકવાદી સેનાના અનેક ઠેકાણાઓ' પર સચોટ નિશાન સાધ્યું છે.
બહેરીન પર ઈરાનનો આ હુમલો કોઈ સંયોગ નથી. બહેરીન પહેલેથી જ ઈરાનનું કટ્ટર વિરોધી રહ્યું છે, અને સૌથી મહત્વની વાત એ છે કે, બહેરીનમાં અમેરિકી નૌસેનાના પાંચમા બેડાનું મુખ્ય મથક આવેલું છે. તાજેતરમાં જ બહેરીને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોની યજમાની કરી હતી, જ્યાં ખાડી સહયોગ પરિષદ (GCC)ની બેઠકમાં ઈરાનના હુમલા રોકવા અને હોર્મુઝ સ્ટ્રેટને મુક્ત રાખવાની માંગ કરાઈ હતી. બહેરીનના વિદેશ મંત્રાલયે આ હુમલાને નાગરિકોની સુરક્ષા માટે ખુલ્લો પડકાર ગણાવીને તેની આકરી નિંદા કરી છે. બ્રિટિશ સેનાના યુનાઈટેડ કિંગડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સના જણાવ્યા અનુસાર, શનિવારે હોર્મુઝ સ્ટ્રેટમાં વધુ એક ઓઈલ ટેન્કર જહાજ પર હુમલો થયો હતો, જોકે સદનસીબે તેનો ચાલક દળ સુરક્ષિત છે. આ ઘટના બાદ અમેરિકી નૌસેનાની દેખરેખ હેઠળ કામ કરતા જોઈન્ટ મેરીટાઈમ ઈન્ફોર્મેશન સેન્ટરે, ઓમાનના દરિયાકાંઠા નજીક સમુદ્રી માર્ગનો વિસ્તાર કરવાની જાહેરાત કરી છે, જેથી જહાજોની અવરજવર સુરક્ષિત રીતે થઈ શકે.
Related Articles
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની ધમકી
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું....
Oct 25, 2026
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર ભૂકંપના આંચકા
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર...
Oct 25, 2026
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ થશે? અમેરિકા-ઈઝરાયલના સંભવિત હુમલા સામે ઈરાનનો ચોંકાવનારો પ્લાન
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
Trending NEWS
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
22 October, 2026