યુરોપમાં હિટવેવ : ગરમીથી બચવા નહાવા પડેલા 55 ડૂબ્યાં, શાળાઓ બંધ; હાઈવે તૂટ્યા
June 27, 2026
ફ્રાન્સ : જે દેશો પોતાની ગુલાબી ઠંડી અને ખુશનુમા વાતાવરણ માટે દુનિયાભરમાં જાણીતા છે, તે યુરોપિયન દેશો અત્યારે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે. સમગ્ર યુરોપમાં અત્યારે સદીની સૌથી ભયાનક હિટવેવ ફરી વળ્યું છે. પરિસ્થિતિ એટલી હદે ગંભીર બની ગઈ છે કે ફ્રાન્સમાં ગરમીના કારણે 4 માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ગરમીથી બચવા નદી-તળાવોમાં નહાવા પડેલા 55 થી વધુ લોકો ડૂબી ગયા છે. વૈજ્ઞાનિકોના મતે, ઇતિહાસમાં યુરોપનો આ સૌથી ગંભીર અને વ્યાપક હિટવેવ છે, જેમાં પ્રદેશના 850 મોટા શહેરોમાંથી અડધાથી વધુ શહેરો અભૂતપૂર્વ 'હીટ સ્ટ્રેસ' નો સામનો કરી રહ્યા છે.
ફ્રાન્સમાં ગરમીના કારણે બાળકોના મોતના જે કિસ્સા સામે આવ્યા છે તે કોઈપણ માતા-પિતાની આંખોમાં આંસુ લાવી દે તેવા છે. માર્સેલીની એક હોસ્પિટલમાં 18 મહિનાના એક માસૂમ બાળકનું હાઈપરથર્મિયાના કારણે મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ઓફિસે જતા પિતા પોતાના પુત્રને ડે-કેરમાં ડ્રોપ કરવાનું ભૂલી ગયા અને ભૂલથી તેને ધોમધખતા તડકામાં કારમાં જ બંધ મૂકીને જતા રહ્યા હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં પેરિસના એક ઉપનગરમાં એક 3 વર્ષનો છોકરો રમત-રમતમાં કારની અંદર ચઢી ગયો હતો, પરંતુ ચાઈલ્ડ લોક એક્ટિવેટ થઈ જવાને કારણે તે અંદર જ ફસાઈ ગયો અને ગૂંગળામણથી તેનું મોત થઈ ગયું. આ સિવાય એક પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી 2 અને 4 વર્ષના બે સગા ભાઈ-બહેનોના મૃતદેહ મળી આવ્યા હતા.
બ્રિટનમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બ્રિટનના સફોકમાં શુક્રવારે તાપમાન 37.3C નોંધાયું હતું, જે જૂન મહિનાનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ સાબિત થયો છે. જ્યારે પેરિસમાં બુધવારે પારો 40.9C ને પાર કરી ગયો હતો. ફ્રાન્સના ઇમરજન્સી ડોક્ટર્સ એસોસિએશનના વડા પેટ્રિક પેલોક્સે જણાવ્યું હતું કે, માત્ર પેરિસમાં જ 24 કલાકની અંદર ઇમરજન્સી હેલ્થ સર્વિસની દેખરેખ હેઠળ 55 લોકોના મોત થયા છે. સામાન્ય દિવસોમાં આ આંકડો 24 કલાકમાં માત્ર 3 કે 4 હોય છે.
Related Articles
પિતાથી અલગ મિજાજના છે મોજતબા ખામેનેઈ યુ.એસ. જાસૂસી વિભાગનો એ-બોમ્બ અંગે દાવો
પિતાથી અલગ મિજાજના છે મોજતબા ખામેનેઈ યુ....
Jul 26, 2026
ઈરાન પર બહેરિન અને કુવૈત તૂટી પડયાં : પહેલીવાર સીધો હુમલો કર્યો
ઈરાન પર બહેરિન અને કુવૈત તૂટી પડયાં : પહ...
Jul 26, 2026
પાકિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયા વચ્ચેની સીક્રેટ ડીલથી ટ્રમ્પ છેતરાયા!
પાકિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયા વચ્ચેની સ...
Jul 26, 2026
ફ્રાન્સ-સ્પેનમાં જંગલની આગ બેકાબૂ: 2 લાખથી વધુ લોકોનું સ્થળાંતર, સ્પેને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી
ફ્રાન્સ-સ્પેનમાં જંગલની આગ બેકાબૂ: 2 લાખ...
Jul 25, 2026
ઈરાન પર ઇતિહાસમાં ક્યારેય ના થયો હોય એવો હુમલો કરીશું - ટ્રમ્પની ધમકી
ઈરાન પર ઇતિહાસમાં ક્યારેય ના થયો હોય એવો...
Jul 24, 2026
લંડનની લક્ઝરી હોટેલમાં સાઉદી પ્રિન્સનું શંકાસ્પદ મોત
લંડનની લક્ઝરી હોટેલમાં સાઉદી પ્રિન્સનું...
Jul 24, 2026
Trending NEWS
26 July, 2026
26 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026