સરકાર માટે વધુ એક મુશ્કેલીના એંધાણ, E20 જનતા પાર્ટી કરશે શુદ્ધ પેટ્રોલની માંગ
July 26, 2026
દિલ્હી ઃ જંતર-મંતર પર થયેલા આંદોલનો અને NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામા બાદ હવે સોશિયલ મીડિયા પર એક નવી 'પાર્ટી' ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક લાંબી પોસ્ટ મુજબ, E20 જનતા પાર્ટી પોતાને નાગરિકો દ્વારા ચલાવવામાં આવતું એક ગ્રાહક અધિકાર અભિયાન (કન્ઝ્યુમર રાઈટ કેમ્પેઈન) ગણાવે છે. 'X' અને ઇન્સ્ટાગ્રામ પર આ પાર્ટી સાથે લોકો ખૂબ જ ઝડપથી જોડાઈ રહ્યા છે. આ પાર્ટીની માત્ર એક જ માંગ છે કે ગ્રાહકોને ઇથેનોલ ફ્રી 100% શુદ્ધ પેટ્રોલ પૂરું પાડવામાં આવે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' અને ઇન્સ્ટાગ્રામ પર સક્રિય આ ગ્રુપનું કહેવું છે કે ફ્યુઅલ પૉલિસીમાં પારદર્શિતા, સાચી માહિતી અને ઉપભોક્તાઓની પસંદગીનું સન્માન થવું જોઈએ. તેમની મુખ્ય માંગણીઓ :
- દેશના દરેક પેટ્રોલ પંપ પર E20 ફ્યુઅલની સાથેસાથે 100% શુદ્ધ પેટ્રોલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે.
- ગ્રાહકોને પોતાની જરૂરિયાત અને પસંદગીના આધારે પેટ્રોલ પસંદ કરવાની સંપૂર્ણ આઝાદી મળવી જોઈએ.
- ઘણા વાહન માલિકોએ માઇલેજમાં ઘટાડો, એન્જિનની ખરાબી, મેન્ટેનન્સ ખર્ચ અને લાંબા ગાળામાં એન્જિન પર થતી અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે.
- તમામ પ્રકારના ફ્યુઅલનું સાફ લેબલિંગ કરવામાં આવે અને અલગ-અલગ ફ્યુઅલ બ્લૅન્ડના ફાયદા તથા નુકસાનથી જોડાયેલ ડેટા સાર્વજનિક કરવામાં આવે.
- માઇલેજ, એન્જિન પર અસર, પ્રદૂષણ અને મેન્ટેનન્સ ખર્ચ પર સ્વતંત્ર રિસર્ચ (ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ) કરાવીને તેનો રિપોર્ટ લોકોની સામે મૂકવામાં આવે
Related Articles
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આવેલું પવિત્ર તળાવ 90 ટકા સુકાયું, તંત્ર પાસે બચાવવાની ઉગ્ર માંગ
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આ...
Sep 02, 2026
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત...
Sep 02, 2026
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓ...
Sep 01, 2026
સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 22 હજાર કરોડની લોન સામે 6 કરોડમાં પતાવટનો પ્લાન અટક્યો, નવેસરથી થશે સુનાવણી
સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 22 હજાર કરોડની...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026