Breaking News :
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233 કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર

પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં વધુ એક યુવકની ધરપકડ, ચેટિંગથી થયો મોટો ખુલાસો; અત્યાર સુધી 7 ઝડપાયા

May 19, 2025

હરિયાણામાં ફરી પાકિસ્તાન જાસૂસી નેટવર્ક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યની પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીએ નૂંહ જિલ્લાનાં કાંગરકા ગામમાં દરોડો પાડી તારીફ નામના યુવક ધરપકડ કરી છે. બે દિવસ પહેલા જાસૂસીના આરોપમાં જિલ્લાના રાજાકા ગામમાંથી અરમાન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે પાકિસ્તાન જાસૂસી નેટવર્ક કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચંદીગઢ વિશેષ પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમ રવિવારે મોડી સાંજે બાવલા ગામમાં રાધા સ્વામી સત્સંગમાં પહોંચી હતી. જ્યાંથી તારીફને કસ્ટડીમાં લેવાયો છે. પોલીસની ટીમ આવતાં જ તારીફે મોબાઇલમાંથી કેટલીક ચેટ ડિલિટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે તુરંત તેની પાસેથી મોબાઇલ જપ્ત કરી લીધો હતો. મોબાઇલ તપાસતાં તેણે વોટ્સએપ નંબરમાંથી કેટલાક ડેટા ડિલિટ કર્યા હોવાનો ખુલાસો થયો છે. આરોપીના મોબાઇલમાંથી પાકિસ્તાની નંબરો પર ચેટ કરી હોવાની વિગતો, ફોટો-વીડિયો અને સૈન્ય પ્રવૃત્તિઓની તસવીરો મળી છે. તેણે આ તમામ પાકિસ્તાનના કોઈ નંબર પર મોકલ્યા હતા. આરોપી બે જુદા જુદા સિમકાર્ડ રાખતો હતો અને સતત પાકિસ્તાની નંબરો પર સંપર્કમાં હતો. જ્યારે ટીમે તેની પૂછપરછ કરી, ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પૂછપરછમાં તારીફ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇ કમિશનના બે કર્મચારી આસિફ બલોચને ભારતીય સેનાના પ્રવૃત્તિઓ અને ગુપ્ત માહિતી મોકલતો હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ કહ્યું કે, આસિફ બલોચ તેને રૂપિયા આપતો હતો. આસિફ બલોચની દિલ્હી હાઇકમિશનમાંથી બદલી થયા બાદ તે અન્ય કર્મચારી જાફરના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તે આસિફની જેમ જાફરને પણ આવી માહિતી મોકલતો હતો. આમ આરોપીએ દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલી દેશની અખંડતા, એકતા અને દેશની સુરક્ષા માટે સંકટ ઊભું કર્યું છે. તાવડૂ પોલીસ સ્ટેશનમાં તારીફ, આસિફ અને જાફર વિરુદ્ધ કેસ નોંધી વધુ તપાસ શરુ કરી દીધી છે. તારીફ નામનો યુવક ભારતીય સૈન્યની પ્રવૃત્તિઓ સંબંધી ગોપનીય માહિતીઓ વોટ્સઅપ દ્વારા પાકિસ્તાનના મોકલતો હતો. આરોપી પાકિસ્તાન હાઇ કમિશનના બે કર્મચારીઓના સંપર્કમાં હોવાનો અને તે લોકોને જ આ વિગતો મોકલવાનો હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનામાં પોલીસે દેશદ્રોહ સહિતની કલમો હેઠળ કાંગરકાનો રહેવાસી મોહમ્મદ તારીફ અને પાક. હાઇ કમિશનમાં તહેનાત બે કર્મચારીઓ આસિફ બલોચ અને જાફર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.