પાકિસ્તાની ગુપ્તચર એજન્સીને માહિતી મોકલનાર 2 ISI એજન્ટની આગ્રાથી ધરપકડ
March 15, 2025
UP ATSએ ઓર્ડિનન્સ ફેક્ટરી ફિરોઝાબાદના ચાર્જમેન રવિન્દ્ર કુમાર અને તેના સહયોગીની આગરાથી ધરપકડ કરી છે. રવિન્દ્ર આઈએસઆઈ માટે જાસૂસી કરતો હતો અને પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરને ફેક્ટરી સંબંધિત ગોપનીય દસ્તાવેજો મોકલી રહ્યો હતો. ISIની મહિલા એજન્ટે ફેસબુક પર 'નેહા શર્મા' નામનું ફેક એકાઉન્ટ બનાવીને રવિન્દ્રને ફસાવી દીધો હતો. વાતચીત દરમિયાન મહિલાએ પોતાને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની એજન્ટ ગણાવી હતી. પૈસાના લોભને કારણે રવિન્દ્રએ દૈનિક પ્રોડક્શન રિપોર્ટ, સ્ક્રીનિંગ કમિટીના ગોપનીય પત્રો, ડ્રોન અને ગગનયાન પ્રોજેક્ટ સંબંધિત માહિતી શેર કરી હતી.
રવીન્દ્રના મોબાઈલમાંથી ઓર્ડનન્સ ફેક્ટરીના વરિષ્ઠ અધિકારીઓ, 51 ગોરખા રાઈફલ્સના અધિકારીઓ અને લોજિસ્ટિક્સ ડ્રોનના ટ્રાયલ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. તેણે વ્હોટ્સએપ દ્વારા ગુપ્ત માહિતી પણ શેર કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે ગયા વર્ષે તેણે ફેસબુક પર 'નેહા શર્મા' નામની એક છોકરી સાથે મિત્રતા કરી હતી, જેણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો. પૈસાના લોભમાં ફસાયેલા રવિન્દ્ર કુમારે તેમને ઘણા ગોપનીય દસ્તાવેજો મોકલ્યા.
એટીએસને ઓર્ડનન્સ ફેક્ટરીના વરિષ્ઠ અધિકારીઓ અને 51 ગોરખા રાઈફલ્સના અધિકારીઓ દ્વારા લોજિસ્ટિક્સ ડ્રોનના ટ્રાયલ સંબંધિત રવિન્દ્ર કુમારના મોબાઈલ ફોનની ગેલેરીમાંથી ગુપ્ત માહિતી મળી છે. આ સિવાય હઝરતપુર, ફિરોઝાબાદ સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરીનો દૈનિક ઉત્પાદન રિપોર્ટ, ડ્રોન, ગગનયાન પ્રોજેક્ટ, સ્ક્રીનિંગ કમિટીના ગોપનીય પત્ર અને પેન્ડિંગ રિક્વીઝિશન લિસ્ટ જેવી સંવેદનશીલ માહિતી પણ મળી આવી છે, જે રવિન્દ્રએ ISI એજન્ટને મોકલી હતી.
Related Articles
રાહુલ ગાંધીને મોટી રાહત, ગૃહ મંત્રી શાહ અંગે ટિપ્પણી મામલે માનહાનિ કેસમાં કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા
રાહુલ ગાંધીને મોટી રાહત, ગૃહ મંત્રી શાહ...
Oct 26, 2026
'દીપકેનું કરિયર ખતમ, પીસ બોન્ડ પર સહી ન કરનારી નેહા બોરા પ્રત્યે માન છે..', સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ
'દીપકેનું કરિયર ખતમ, પીસ બોન્ડ પર સહી ન...
Oct 26, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' ચલાવાશે, વિપક્ષનું મોટું એલાન
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' ચલાવ...
Oct 25, 2026
'મોદીનો બાપ પણ જશે, ખડગેની વિવાદાસ્પદ ટિપ્પણી
'મોદીનો બાપ પણ જશે, ખડગેની વિવાદાસ્પદ ટિ...
Oct 25, 2026
નેતા ખોટું બોલે તો મતદાર FIR કરી શકશે, ચૂંટણી પંચની મંજૂરી જરૂરી નહીં' : સુપ્રીમ કોર્ટ
નેતા ખોટું બોલે તો મતદાર FIR કરી શકશે, ચ...
Oct 25, 2026
ચક્રવાત આંધ્રપ્રદેશના કાંઠે ટકરાવાની શક્યતા બાદ 3 દિવસ શાળા-કોલેજ બંધ
ચક્રવાત આંધ્રપ્રદેશના કાંઠે ટકરાવાની શક્...
Oct 25, 2026
Trending NEWS
25 October, 2026
25 October, 2026
25 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026