અસમમાં પૂરના કારણે મૃત્યુઆંક 66 પહોંચ્યો, લાખો લોકો ઘરવિહોણા
July 26, 2026
કેન્દ્રીય ટીમ દ્વારા નુકસાનીનો સર્વે, હેલિકોપ્ટર દ્વારા રાહત સામગ્રીનું વિતરણ
ભૂવનેશ્વર : અસમમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં વધુ 4 લોકોના મોત થતાં રાજ્યમાં પૂરના કારણે જીવ ગુમાવનારાઓનો આંકડો 66 સુધી પહોંચી ગયો છે. હાલમાં જ થયેલા મોતમાં 3 લોકો શિવસાગર જિલ્લાના અને 1 વ્યક્તિ ચરાઈદેવ જિલ્લાનો હતો. અસમ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ (ASDMA) ના રિપોર્ટ અનુસાર, રાજ્યના 10 જિલ્લાઓમાં 6.54 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આવેલી આંતર-મંત્રાલયી કેન્દ્રીય ટીમે રવિવારે ચરાઈદેવ જિલ્લાના પૂર પ્રભાવિત સુમોની ગામની મુલાકાત લઈ નુકસાનીનો ચિતાર મેળવ્યો હતો. ચરાઈદેવ જિલ્લા કમિશનર નેહા યાદવની હાજરીમાં આ ટીમે સ્થિતિની સમીક્ષા કરી હતી. આ ટીમ 29 જુલાઈ સુધી ચરાઈદેવ, શિવસાગર, જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાની મુલાકાત લેશે. કેન્દ્ર સરકારને સોંપવામાં આવનારા આ ટીમના રિપોર્ટના આધારે અસમ માટે પુનર્વસન પેકેજ નક્કી કરવામાં આવશે. મુલાકાત પૂર્ણ કર્યા બાદ આ ટીમ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સાથે પણ બેઠક કરશે.
પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, 'અમે પૂરપીડિતો સુધી રાહત સામગ્રી પહોંચાડવા અને એરડ્રોપ કરવા માટે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનો મોટા પાયે ઉપયોગ કરી રહ્યા છીએ. ગ્રાઉન્ડ અનુભવના આધારે, અમે મોટા જથ્થામાં ટાર્ગેટેડ ડ્રોપ કરવાનો પ્રયાસ કરીશું જેથી લોકોને સરળતાથી રાહત સામગ્રી મળી શકે.'
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026