Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
September 21, 2026
એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન યથાવત્ રહ્યું છે. મેન્સ ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ભારતીય પુરુષ ટીમે પાકિસ્તાનને એકતરફી મુકાબલામાં 3-0થી હરાવીને ક્લીન સ્વીપ મેળવી છે. આ પહેલાં ભારતીય મહિલા ટીમે પણ પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો, ત્યારે પુરુષ ટીમે પણ એ જ સફળતાનું પુનરાવર્તન કરીને પાકિસ્તાન સામે સંપૂર્ણ પ્રભુત્વ સાબિત કર્યું છે.
ગ્રુપ-F હેઠળ રમાયેલા આ મુકાબલામાં 5 મેચ રમાવાની હતી, પરંતુ ભારતે શરૂઆતની ત્રણેય મેચો જીતીને બાજી પોતાના નામે કરી લીધી હતી. પ્રથમ મેચમાં ભારતના અનુભવી ખેલાડી હરમીત દેસાઈએ પાકિસ્તાનના મોહમ્મદ ખાન સામે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. હરમીતે ત્રણેય રાઉન્ડમાં 11-4, 11-3 અને 11-5થી જીત મેળવીને ભારતને 1-0ની સરસાઈ અપાવી દીધી હતી.
બીજા મુકાબલામાં જી. સાથિયાન જ્ઞાનશેખરને પાકિસ્તાનના અબ્બાસ ખાન સામે સંપૂર્ણ વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. સાથિયાને પાકિસ્તાની ખેલાડીને કોઈ તક આપ્યા વિના સીધા ગેમ્સમાં 11-1, 11-8 અને 11-9થી હરાવી દીધો હતો. આ વિજય સાથે ભારતે મુકાબલામાં 2-0ની મજબૂત લીડ મેળવી લીધી હતી.
ત્રીજી મેચમાં ભારતના યુવા ખેલાડી પાયસ જૈને મોહમ્મદ ખાનને સીધા સેટમાં 11-4, 11-3 અને 11-5થી પરાજિત કર્યો હતો. પાયસે સમગ્ર મેચ દરમિયાન ઉત્તમ સંયમ દાખવીને ભારતની 3-0થી શાનદાર અને એકતરફી જીત પાકી કરી હતી. આ ત્રણેય મેચો ભારતીય ખેલાડીઓએ 3-0થી પોતાના નામે કરી હતી.
હરીફાઈથી ભરેલા આ મુકાબલામાં બંને પક્ષો વચ્ચે શ્રેષ્ઠ ખેલદિલી પણ જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ પાયસ જૈન અને પાકિસ્તાની ટીમના ખેલાડીઓએ નેટ પાસે એકબીજા સાથે હસ્તધૂનન કર્યું હતું. આ અગાઉ ભારતીય મહિલા ટીમે પણ પોતાની જીત બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે ઉષ્માભેર હાથ મેળવીને ખેલદિલીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Related Articles
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી શ્રેયસ ઐયરે રચ્યો ઇતિહાસ, ટોપ 4માં 3 ખેલાડી ભારતના
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી...
Oct 14, 2026
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14 રને શાનદાર જીત, અર્શદીપ-અભિષેક મેચના હીરો
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14...
Oct 12, 2026
ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ જાહેર કરી, ધુરંધર બેટરની ફરી વાપસી
ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ...
Oct 12, 2026
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
Trending NEWS
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026