અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં જ દિવાળી ઉજવશે
October 29, 2024
નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આ વખતે અવકાશમાં જ દિવાળી ઉજવશે. તેમણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) તરફથી એક વીડિયો મેસેજ શેર કર્યો છે જેમાં તેમણે પૃથ્વીવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતો. તેમણે કહ્યું કે, 'આ વર્ષે માને પૃથ્વીથી 260 માઈલ દૂર દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે.' આ દરમિયાન સુનીતા વિલિયમ્સે તેના પિતાના પ્રયાસોને યાદ કર્યા હતા. જેણે તેમના પરિવારને દિવાળી અને અન્ય ભારતીય તહેવારો વિશે શીખવીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી હતી.
વીડિયો મેસેજમાં સુનીતા વિલિયમ્સે જણાવ્યું હતુ કે, 'આ વર્ષે મને પૃથ્વીથી 260 માઈલ દૂર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર દિવાળી ઉજવવાની અનોખી તક મળી છે. દિવાળી એ આનંદનો સમય છે, આજે અમારા સમુદાય સાથે દિવાળીની ઉજવણી કરવા અને અમારા સમુદાયના અનેક યોગદાનને માન્યતા આપવા બદલ અમેરિકન પ્રમુખ જો બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસનો આભાર.' આ વીડિયો મેસેજ વ્હાઇટ હાઉસમાં આયોજિત દિવાળીની ઉજવણી દરમિયાન આવ્યો હતો.
સુનીતા વિલિયમ્સ તેના સાથી અવકાશયાત્રી બૂચ વિલમોર સાથે જૂનથી ISS પર છે. બંનેએ પહેલી ક્રૂ ફ્લાઇટ પાંચમી જૂને બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ પર કરી હતી, જે છઠ્ઠી જૂને સ્પેસ સ્ટેશન પર પહોંચી હતી. સ્ટારલાઈનરને તેના ક્રૂ વિના પૃથ્વી પર પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ સ્પેસક્રાફ્ટ સફળતાપૂર્વક પાછું ફર્યું હતું, કારણ કે ઓગસ્ટમાં નાસાએ વિલમોર અને વિલિયમ્સને પૃથ્વી પર પાછા ફરવું ખૂબ જોખમી હતું. હવે નાસાએ પૃથ્વી પર તેઓના આગમનની 25મી ફેબ્રુઆરી 2025 નક્કી કરી છે.
Related Articles
7 પૂરગ્રસ્ત રાજ્યો માટે ₹2,118 કરોડ મંજૂર કરાયા. ગુજરાત-મહારાષ્ટ્રને 500 કરોડ અને હિમાચલ-ઓડિશાને બીજો હપ્તો મળશે
7 પૂરગ્રસ્ત રાજ્યો માટે ₹2,118 કરોડ મંજ...
Aug 15, 2026
80મા સ્વાતંત્ર્ય પર્વે PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યું રાષ્ટ્રને સંબોધન, 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ
80મા સ્વાતંત્ર્ય પર્વે PM મોદીએ લાલ કિલ્...
Aug 15, 2026
80મા સ્વતંત્રતા પર્વએ PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી 10 મોટી જાહેરાત
80મા સ્વતંત્રતા પર્વએ PM મોદીએ લાલ કિલ્લ...
Aug 15, 2026
'મેલોની' વાળી રમૂજ પર વિવાદ વધ્યો, વિદેશ મંત્રાલયે કહ્યું, 'વાત સન્માનપૂર્વક રજૂ થવી જોઈએ'
'મેલોની' વાળી રમૂજ પર વિવાદ વધ્યો, વિદેશ...
Aug 14, 2026
પત્નીના ચારિત્ર્ય પર શંકાએ પિતાએ બેંગલુરુમાં તાજ હોટેલમાં રૂમ બુક કરાવી બે દીકરીઓની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
પત્નીના ચારિત્ર્ય પર શંકાએ પિતાએ બેંગલુર...
Aug 12, 2026
રાંચીમાં વિધાનસભા ઘેરાવ મામલે પોલીસની કાર્યવાહી, 100 નામજોગ સહિત 600 સામે FIR
રાંચીમાં વિધાનસભા ઘેરાવ મામલે પોલીસની કા...
Aug 12, 2026
Trending NEWS
14 August, 2026
14 August, 2026
14 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
12 August, 2026
12 August, 2026