ગિફ્ટ સિટીના રૂ. 1000 કરોડના કૌભાંડમાં મોટો વળાંક, ઉત્પલ પટેલ સામે રેડ કોર્નર નોટિસની તૈયારી
August 15, 2026
ગાંધીનગરઃ ગિફ્ટ સિટીમાં ઓફિસ ધરાવતી શૂટસ્પેસ ડિજિટલ પ્રા. લિમિટેડે ઊંચા વળતરની લાલચ આપી હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદો થઈ હતી. ડેટા સ્ટોરેજના નામે થયેલા લગભગ રૂ. 1000 કરોડના આ કૌભાંડમાં 5000થી વધુ લોકો ભોગ બન્યાની આશંકા છે. ગાંધીનગર એસઆઈટી મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલને દુબઈથી ભારત લાવવા રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની તૈયારી કરી રહી છે. રોકાણકારોએ જલદી માલામાલ થવાની લાલચે કંપનીમાં રૂ. 5 લાખથી રૂ. 3 કરોડ સુધીનું રોકાણ કર્યું હતું.
ઉત્પલ પટેલ હાલ દુબઈમાં હોવાની માહિતી છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેને ભારત પરત લાવવા રેડ કોર્નર નોટિસ જારી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તેની પત્ની ભૂમિ પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા બાદ જેલમાં છે, જ્યારે અરુણ પટેલ, સચિન પટેલ અને ધ્રુવ ચૌધરી સહિતના સાથીદારોની ધરપકડ થઈ ચૂકી છે.
સરકારી સીએની મદદથી જપ્ત દસ્તાવેજોની તપાસમાં સામે આવ્યું કે ઉત્પલ પટેલે ડિસેમ્બરથી જ આર્થિક ઉઠમણાંનું આયોજન કર્યું હતું. કાયદેસરતા દર્શાવવા રોકાણકારોને રિટર્ન પેટે રૂ. 220 કરોડ ચૂકવાયા, જ્યારે રૂ. 70 કરોડ જેટલી રકમ જીએસટી અને ઇન્કમટેક્સમાં વાપરી બતાવી હતી અને રૂ. 1 કરોડનો એડવાન્સ ટેક્સ ભરાયો હતો. રોકાણકારોના રૂપિયા શેલ કંપનીઓમાં ડાયવર્ટ કરવા ઉપરાંત શેરબજાર અને ક્રિપ્ટો કરન્સીમાં મોટા પાયે રોકાણ કરાયું હોવાની તપાસ એજન્સીને આશંકા છે.
રોકાણકારોને ફસાવવા ગિફ્ટ સિટીની આલીશાન ઓફિસમાં ઓડિયો-વિડિયો પ્રેઝન્ટેશનથી વિશ્વાસ જીતવામાં આવતો હતો. 1 TBથી 120 TB સુધીના ડેટા સ્ટોરેજમાં રોકાણ સામે ઊંચા માસિક ભાડાની લાલચ અપાતી હતી. સાથે 7 વર્ષના લીગલ એગ્રીમેન્ટ, નિયમિત TDS અને સર્વિસ ચાર્જની કપાત દર્શાવી રોકાણકારોને કાયદેસર વ્યવસાય હોવાનો વિશ્વાસ અપાવવામાં આવતો હતો.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026