80મા સ્વતંત્રતા પર્વએ PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી 10 મોટી જાહેરાત
August 15, 2026
દેશના 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવાના સંકલ્પ સાથે ટેકનોલોજી, ઉર્જા, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્વપૂર્ણ રોડમેપ રજૂ કર્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદીએ 10 મોટી જાહેરાતો કરી
1. આગામી એક વર્ષમાં દેશના એક કરોડ યુવાનોને AI ની તાલીમ આપવામાં આવશે.
2. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગ શરૂ કરવામાં આવશે.
3. 2036 ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને 5 થી 15 વર્ષના બાળકો માટે ગામેગામ અને શહેરોમાં સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ યોજાશે, જેમાં વિશ્વકક્ષાની તાલીમ અપાશે.
4. ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા માટે આગામી થોડા વર્ષોમાં 5 થી 8 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
5. 2030 સુધીમાં ભારત 6G ટેકનોલોજીમાં વૈશ્વિક લીડર બને અને ઘરે ઘરે 6G સેવા પહોંચે તે લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
6. ભારત 2047 સુધીમાં 100 GW પરમાણુ ઉર્જા ક્ષમતા હાંસલ કરશે.
7. આગામી 6 થી 7 વર્ષમાં દેશમાં 5 નવા ન્યુક્લિયર રિએક્ટર શરૂ કરવામાં આવશે.
8. નવી સુરક્ષા જરૂરિયાતો મુજબ સિવિલ ડિફેન્સને આધુનિક તાલીમ અને સુવિધાઓથી મજબૂત બનાવાશે.
9. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ખેલાડીઓની ભાગીદારી વધારીને ભારતને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવામાં આવશે.
10. ઈલેક્ટ્રોનિક્સ અને મેડિકલ ડિવાઈસનું ઉત્પાદન દેશમાં જ વધારીને નિકાસને પ્રોત્સાહન અપાશે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026