દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
September 17, 2026
અમેરિકી કોંગ્રેસ દ્વારા રશિયા પર કઠોર પ્રતિબંધો મૂકતું બિલ પસાર કરવામાં આવ્યા બાદ ભારતે આ મામલે સખત વલણ અપનાવ્યું છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે દેશના 1.4 અબજ લોકોની ઉર્જા સુરક્ષા (એનર્જી સિક્યોરિટી) સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને પોતાના વેપાર તથા આર્થિક હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે. આ બિલ હેઠળ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત અને ચીન જેવા દેશો પર રશિયન તેલ અને ગેસ ખરીદવા બદલ 100 ટકા સુધીનો ટેરિફ લાદવાની સત્તા મળશે.
વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ, ભારતે તાજેતરના મહિનાઓમાં અમેરિકી સમકક્ષો સાથે આ મુદ્દે ઉચ્ચ સ્તરે ચર્ચા કરી છે અને આ કાયદાની દ્વિપક્ષીય સંબંધો તેમજ વૈશ્વિક ઉર્જા બજાર પર પડનારી અસરો વિશે સ્પષ્ટપણે કરાવ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે ભારત વૈવિધ્યસભર સ્ત્રોતો અને વિકસતી બજારની ગતિશીલતાના આધારે પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરતું રહેશે અને ઉદ્યોગ જગત સાથે મળીને આ સ્થિતિનો સામનો કરશે.
અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બુધવારે સત્તાવાર રીતે 'લિન્ડસે ઓ. ગ્રાહમ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026' બિલ 262-159 ના વોટથી પસાર કરવામાં આવ્યું હતું. અગાઉ આ બિલ સેનેટમાં પણ 86-11 ની બહુમતીથી પાસ થઈ ચૂક્યું છે. હવે આ બિલ વ્હાઇટ હાઉસમાં જશે. જ્યાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેના પર હસ્તાક્ષર કરીને તેને કાયદાનું સ્વરૂપ આપશે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયાના ઉર્જા અને રક્ષા ક્ષેત્રોને નિશાન બનાવીને યુક્રેન સામેના યુદ્ધને લઈને મોસ્કો પર આર્થિક દબાણ વધારવાનો છે.
આ બિલમાં ભારતનું નામ આવવાનો અર્થ એ નથી કે તાત્કાલિક ધોરણે 100 ટકા ટેરિફ લાગુ કરી દેવાયો છે, પરંતુ તે રાષ્ટ્રપ્રમુખને આ શક્તિ પ્રદાન કરે છે. પશ્ચિમી પ્રતિબંધો બાદ વૈશ્વિક ઉર્જા પ્રવાહ બદલાતા રશિયન તેલ ભારત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થયું છે. જો અમેરિકા આ જોગવાઈનો ઉપયોગ કરે છે, તો તેની સીધી અસર અમેરિકામાં થતી ભારતીય નિકાસ પર પડી શકે છે, જેનાથી ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા પ્રભાવિત થવાનું જોખમ રહેલું છે.
Related Articles
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
બુલડોઝર એક્શન પર હાઇકોર્ટ લાલઘૂમ: 'આખી બિલ્ડિંગ ફરી બનાવો અને 10 લાખ વળતર આપો
બુલડોઝર એક્શન પર હાઇકોર્ટ લાલઘૂમ: 'આખી બ...
Sep 15, 2026
અમેરિકાના દબાણમાં સરકારે UPI પર ફીસ વસૂલવાનો રસ્તો ખોલ્યો! કેન્દ્ર પર રાહુલ ગાંધીનો ગંભીર આરોપ
અમેરિકાના દબાણમાં સરકારે UPI પર ફીસ વસૂલ...
Sep 15, 2026
લગ્નેતર સંબંધની શંકામાં પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવનાર આરોપીનું પોલીસ વાહનમાંથી કૂદતાં મોત
લગ્નેતર સંબંધની શંકામાં પત્નીની હત્યા કર...
Sep 15, 2026
ભારતમાં ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી 4.82%એ પહોંચી, ડુંગળી-લસણના ભાવ વધ્યા; RBIએ 5%નું અનુમાન રાખ્યું
ભારતમાં ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી 4.82%એ પ...
Sep 15, 2026
પેન્સિલવેનિયામાં ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું, 10 ગુજરાતીઓની ધરપકડ; 1.4 લાખ ગેરકાયદે વસ્તુઓ જપ્ત, 37 ખાતામાં 2 કરોડ ડૉલરના વ્યવહાર મળ્યા
પેન્સિલવેનિયામાં ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું,...
Sep 15, 2026
Trending NEWS
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026