અમદાવાદમાં ATM કાર્ડ બદલીને છેતરપિંડી કરતી હરિયાણાની મેવાતી ગેંગ ઝડપાઈ
August 14, 2026
મદદના બહાને કાર્ડ બદલી પીન કોડ જાણી લેતા, અમદાવાદ, નવસારી અને હરિયાણાના ગુનાઓ ઉકેલાયા
અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસે છેતરપિંડીથી લોકોના એટીએમ (ATM) કાર્ડ બદલીને લાખો રૂપિયાની ઉચાપત કરતી હરિયાણાની મેવાતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 1.68 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદના આધારે તપાસ કરતા પોલીસે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ ટોળકી એટીએમમાં મદદ કરવાના બહાને ચાલાકીથી કાર્ડ બદલીને અને પીનકોડ જાણીને, ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓને નિશાન બનાવતી હતી. પોલીસે ગુજરાત અને હરિયાણાના કુલ 9 જેટલા ગુનાઓ ઉકેલ્યા છે. આરોપીઓ પાસેથી જુદી-જુદી બેન્કના 146 એટીએમ કાર્ડ અને POS મશીન જપ્ત કરી કુલ 9.5 લાખ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભોગ બનનારનું એટીએમ કાર્ડ બદલાઈ ગયું હતું અને ત્યારબાદ તેમના ખાતામાંથી 1,68,000 રૂપિયાની મત્તા ઉપાડી લેવામાં આવી હતી. આ મામલે પોલીસની ટીમે અલગ-અલગ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. આ મામલે ફતેવાડીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વાજીદ વાહિદ શેખની અટકાયત કરી હતી. તેની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, તે હરિયાણાના અલાવલપુરથી આવતી મેવાતી ગેંગનો સભ્ય છે. મેવાતી ગેંગમાં હરિયાણાના જ રહેવાસી યોગરાજ ઉર્ફે મહેશ કિશનલાલ જાટવ અને આસિફ સમુન મેવ નામના બે સાથીદારો સામેલ છે. જે એટીએમ કાર્ડ બદલવામાં એક્સપર્ટ છે. તે એટીએમ સેન્ટરમાં જઈને લોકોને મદદ કરવાના બહાને કે વાતચીતમાં ફસાવીને ચાલાકીથી અસલી એટીએમ કાર્ડ બદલી લેતા અને અન્ય સાથીદાર પાછળ ઊભા રહીને તેનો પીન કોડ જોઈ લેતો હતો. આ ગેંગમાં વાજીદ સરખેજ આસપાસના વિસ્તારોમાં રેકી કરીને એવા સ્થળો શોધતો જ્યાં વધુ લોકો અથવા ખાસ કરીને મહિલાઓ કે મોટી ઉંમરના લોકો આવતા હોય. આ ઉપરાંત તે ગેંગને અન્ય લોજિસ્ટિક મદદ અને માહિતી પૂરી પાડતો હતો, જેના બદલામાં તેને માત્ર થોડા ખર્ચાના પૈસા મળતા જ્યારે મુખ્ય હિસ્સો આસિફ અને યોગરાજ રાખતા હતા.
પોલીસની તપાસમાં નારોલ ઉપરાંત ઇસાનપુર, મણિનગર, સાબરમતી, વેજલપુરના બે અને ગાયકવાડ હવેલી તેમજ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનનો એક ગુનો અને હરિયાણાનો એક ગુનો મળીને ગુજરાતના આઠ સહિત કુલ નવ ગુનાઓ નોંધાયા છે. આરોપીઓ પાસેથી જુદી-જુદી કંપનીઓના કુલ 146 એટીએમ કાર્ડ અને ભારત પે કંપનીનું એક પીઓએસ મશીન પણ રિકવર કર્યું છે, જેના દ્વારા આરોપીઓ કાર્ડ બદલ્યા બાદ એટીએમમાંથી રોકડા પૈસા ઉપાડી લેતા અને બાકીની રકમ આ મશીનમાં સ્વાઇપ કરી પોતાના સંલગ્ન બેન્ક ખાતામાં જમા કરાવી લેતા હતા.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026