હિંમતનગરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ, કાર્યકર્તા ભાગ્યા
November 02, 2025
ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો વિરોધ
સાબરકાંઠા - સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 ગામડાંના ખેડૂતો છેલ્લા ઘણાં સમયથી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી(HUDA)ની વિકાસ યોજનાને લઈને જાહેર કરાયેલા નોટિફિકિશને અંગે વિરોધ નોંધાવી રહ્યા છે. આ મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે. આજે 2 નવેમ્બર, 2025ના રોજ ભાજપના યોજાયેલા બેરણા જિલ્લા પંચાયત સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોએ વિરોધ નોંધાવતા ભાજપના કાર્યકરો દોડતા થયા હતા અને સ્નેહ મિલનનું સ્થળ બદલવું પડ્યું હતું.
એક તરફ હિંમતનગરમાં અલગ-અલગ ગામડાંઓમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી HUDA દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનનો વિરોધ નોંધાવી રહ્યા છે. તો બીજી તરફ, આજે રવિવારે હિંમતનગર તાલુકાના ગાંભોઈની ખાનગી હોટલ ખાતે બેરણા જિલ્લા પંચાયત બેઠકનો ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે ખેડૂતોને જાણ થતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા અને HUDAનો પક્ષ લેનારા લોકોને સદબુદ્ધિ માટે ખેડૂતોએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના વિરોધને પગલે સ્નેહ મિલન કાર્યક્રમ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને ભાગવું પડ્યું હતું અને કાર્યક્રમનું સ્થળ બદલવું પડ્યું હતું. ખેડૂતો-ગ્રામજનોનું કહેવું છે કે, 'હિંમતનગરમાં HUDAની વિકાસ કામગીરીને લઈને બહાર પાડેલા નોટિફિકેશને ધ્યાને લેતાં આ યોજનાના અમલથી ખેડૂતોની ખેતીલાયક 40 ટકા જમીનનો મોટો હિસ્સો કપાતમાં જઈ રહ્યો છે. જેથી પાયમાલ કરતો વિકાસ, અમને જોઈતો નથી. સમગ્ર મામલે અનેક રજૂઆત કરી છતાં યોગ્ય નિકાલ કે વિચારણ કરવામાં આવી નથી.'
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026