CM યોગી સાથે RSSની અઢી કલાક બંધબારણે બેઠકથી યુપીના રાજકારણમાં ગરમાવો!
March 06, 2026
પટના : બિહારમાં 10 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતીશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયે આખા દેશના રાજકારણમાં ખળભળાટ મચી ચુક્યો છે. દરમિયાન ઉત્તર પ્રદેશમાં પણ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ટોચના પદાધિકારીઓ સાથે અઢી કલાક સુધી લાંબી ચર્ચા કરી છે.
ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પ્લેન હિંડન એરબેઝ પર લેન્ડ થયું હતું, ત્યારબાદ તેમનો કાફલો સીધો નેહરુ નગર સ્થિત સરસ્વતી વિદ્યા મંદિર પહોંચ્યો હતો. અહીં તેમણે મેરઠ પ્રાંતના સંઘના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ બેઠકનો મુખ્ય હેતુ સરકાર અને સંઘ વચ્ચે સમન્વય સાધવાનો હતો. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંઘના પદાધિકારીઓ સાથે રણનીતિ ઘડવામાં આવી હતી. સીએમ યોગીએ સરકારના કામકાજ અંગે સંઘ પાસેથી ગ્રાઉન્ડ લેવલનું ફીડબેક મેળવ્યું હતું. સંઘના સભ્યોએ સરકારી હોસ્પિટલો અને શાળાઓમાં માળખાગત સુવિધાઓ સુધારવા તેમજ માનવ સંસાધન વધારવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં માત્ર વિકાસની જ નહીં, પણ વહીવટી ખામીઓની પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. પોલીસ સ્ટેશનોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારનો મુદ્દો સંઘના પદાધિકારીઓએ ઉઠાવ્યો હતો. વર્તમાન કામોની સાથે ભવિષ્યના રોડમેપ પર પણ સંઘે સરકારને અનેક સૂચનો આપ્યા હતા.
આ મહત્વની બેઠકમાં સંઘના અંદાજે 40 જેટલા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીની સાથે યુપી ભાજપ પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરી, સંગઠન મંત્રી ધર્મપાલ સિંહ, ક્ષેત્ર સંઘચાલક સૂર્યપ્રકાશ ટોંક અને અન્ય દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત હતા. બેઠક બાદ મુખ્યમંત્રીએ સંઘના હોદ્દેદારો સાથે ભોજન પણ લીધું હતું.
Related Articles
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આવેલું પવિત્ર તળાવ 90 ટકા સુકાયું, તંત્ર પાસે બચાવવાની ઉગ્ર માંગ
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આ...
Sep 02, 2026
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત...
Sep 02, 2026
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓ...
Sep 01, 2026
સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 22 હજાર કરોડની લોન સામે 6 કરોડમાં પતાવટનો પ્લાન અટક્યો, નવેસરથી થશે સુનાવણી
સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 22 હજાર કરોડની...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026