સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર
March 07, 2026
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
શું છે સમગ્ર ઘટના?
ઘટના અંગે મળતી માહિતી મુજબ, ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ સવારે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી તરીકે થઈ છે. કોલેજ ગયા બાદ બંને યુવતીઓ મોડે સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરિવારના સભ્યો સતત ફોન કરી રહ્યા હતા પરંતુ કોઈ જવાબ મળી રહ્યો નહોતો. અંતે, મંદિર પરિસરના બાથરૂમમાંથી બંનેની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.
ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને યુવતીઓના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. આ મોત આકસ્મિક છે, આત્મહત્યા કે અન્ય કોઈ કારણ, તે જાણવા માટે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. મંદિર જેવા પવિત્ર પરિસરમાં બે યુવાન દીકરીઓના રહસ્યમય મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મૃત્યુ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.
Related Articles
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાંચ બાળકના મોત
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાં...
Jul 10, 2026
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્રાઉન્ડ ઝીરો પર ગયા વગર મુખ્યમંત્રીએ ₹500 કરોડના પેકેજની કરી જાહેરાત
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્ર...
Jul 10, 2026
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ્ન, ગળાડૂબ પાણીમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ...
Jul 08, 2026
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે, 4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી...
Jul 08, 2026
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મેઘતાંડવ બાદ ખાડીઓ ભયજનક સ્તરે, મુંબઈમાં વરસાદ વચ્ચે અનેક ટ્રેનો રદ
4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મે...
Jul 08, 2026
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હા...
Jul 07, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026