Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

ઉમરેઠમાં મંજૂરી વિના લગાવેલા હોર્ડિંગ્સ ઉતારવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો

December 01, 2024

આણંદ : આણંદ જિલ્લામાં આવેલ ઉમરેઠ નગરપાલિકામાં મહિલા ચીફ ઓફિસર અને કર્મચારીઓ ઉપર કેટલાક શખસોએ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. ઉમરેઠમાં સરકારી જગ્યામાં મંજૂરી વિના ગેરકાયદે રીતે લગાવાયેલા હોર્ડિંગ્સ ઉતારવા ગયેલી પાલિકાની ટીમ સામે કેટલાક શખસોએ બોલાચાલી કરી હતી. જે બાદ આ મામલો ઉગ્ર બનતાં એક શખસે પાલિકના મહિલા ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીને લાફો માર્યો હતો. હાલ આ મામલે પોલીસે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીએ જણાવ્યું હતું કે,ઉમરેઠ નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જાગનાથ ભાગોળ ગેટ નજીક નગરપાલીકાની હદમાં ગેરકાયદે રીતે લગાવેલા હોર્ડિંગ્સ લાગેલા હતા. તેને દૂર કરવાની કામગીરી કરતા કેટલા શખસોએ પાલિકાની ટીમ સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન જાઈદ પઠાણે મને લાફો માર્યો હતો. જ્યારે મુસ્તાક મહેમુદમિયા બેલીમે પાલિકાકર્મી નીતિન પટેલને ત્રણથી ચાર લાફા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે જો અમારા લગાવેલ બોર્ડ ઉતારશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપીને ભાગી ગયાં હતાં.' ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ઉમરેઠ પોલીસે જાઈદ પઠાણ, મુસ્તાક મહેમુદમિયા બેલીમ, તોફિક પઠાણ, જુનેદ ચકલાસી અને ફરીદખાન પઠાણ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.