ઓસ્ટ્રેલિયાએ જાહેર કર્યા ક્લાઈમેન્ટ વિઝા

July 19, 2025

ઑસ્ટ્રેલિયાએ હાલમાં ક્લાઇમેટ વિઝા આપવાની જાહેરાત કરી છે. ઑસ્ટ્રેલિયન વિદેશ વિભાગે ક્લાઇમેટ વિઝાના કાર્યક્રમને મહત્વનો ગણાવ્યો છે, જે આબોહવા પરિવર્તનથી વિસ્થાપિત થયેલા લોકોને મદદ કરવા માટે રજૂ કરાયો હતો.  ઓસ્ટ્રેલિયામાં પરમેનન્ટ સ્થાયી થવા માટે તુવાલુની વસ્તીના ત્રીજા ભાગથી વધુ લોકોએ 'ક્લાઇમેટ વિઝા' માટે અરજી કરી હતી કારણ કે આ દેશ એક આપત્તિનો સામનો કરી રહ્યો છે. આ દેશ દરિયાની સપાટીમાં વધારો થવાને કારણે ડૂબવાને આરે છે. ઓસ્ટ્રેલિયા અને તુવાલુ વચ્ચે ફાલિયાપિલી યુનિયન સંધિના અમલ બાદ વિઝાની માંગમાં વધારો થયો છે, જે અહીંના લોકો વાતાવરણના સંકટનો સામનો કરી રહ્યા હોવાથી આબોહવા ગતિશીલતા માટે એક નવું મોડેલ મળવા જઈ રહ્યું છે. 

ક્લાયમેટ વિઝા શું છે?
જે દેશના લોકો પર ક્લાઈમેન્ટ ચેન્જના કારણે વિસ્થાપિત થવાનો ડર છે તેમની મદદ માટે તેમને આ વિઝા આપવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા દ્વારા પેસેફિક મહાસાગરના જોડાણને અનુસરીને આ વિઝા આપવામાં આવી રહ્યા છે. આ વિઝા માટે ભારતીય ચલણ પ્રમાણે 1400 રુપિયાની ફી નક્કી કરવામાં આવી છે. આ વિઝા મેળવનારને આરોગ્ય સુવિધા, શિક્ષણ અને કામ કરવાની મંજૂરી મળશે અને એવું કહેવાય છે કે તે ઓસ્ટ્રેલિયન નાગરિકો જેટલા જ લાભો પૂરા પાડે છે.