બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
April 28, 2025

મુંબઈ: દિવંગત અભિનેતા ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાને સંખ્યાબંધ ફિલ્મો તથા ઓટીટી પ્રોજેક્ટસમાં દમદાર એક્ટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. જોકે, બાબિલના જણાવ્યા અનુસાર તે હવે સિરિયલ રોલ કરી કરીને કંટાળી ગયો છે. હવે તે રોમાન્ટિક રોલ ભજવવા માગે છે. ચાહકોના મતે બાબિલ ખાને આગામી રોમાન્ટિક ફિલ્મનો ઈશારો આપ્યો છે. બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા અનુસાર ફિલ્મ સર્જક સાઈ રાજેશ બાબિલ ખાનને લઈને એક રોમાન્ટિક ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મની હજુ સુધી અધિકૃત ઘોષણા થઈ નથી. પરંતુ, બાબિલ ખાનના નિવેદન પછી આજકાલમાં આ ફિલ્મ તથા તેની કાસ્ટની જાહેરાત થઈ શકે છે તેવી માન્યતા છે. બાબિલ ખાનને ભોપાલ ગેસ દુર્ઘટના પરની 'ધી રેલવે મેન' વેબ સીરિઝ માટે ખાસ્સી પ્રશંસા મળી હતી. બાબિલ ખાનના જણાવ્યા અનુસાર પોતે રોમાન્ટિક કે કોમેડી ભૂમિકા પણ કરી શકે છે તેવું દર્શાવવા ઈચ્છે છે.
Related Articles
કૃતિ સેનને ડોન થ્રી માટે તૈયારીઓ શરૂ કરી દીધી
કૃતિ સેનને ડોન થ્રી માટે તૈયારીઓ શરૂ કરી...
May 31, 2025
સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કરોડ હતી દિપીકા પાદુકોણની ફીસ, હવે તૃપ્તિ ડિમરીને મળશે
સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કર...
May 27, 2025
'ગૌહર ખાન મને ધર્મ પરિવર્તનનું દબાણ કરતી...' બ્રેકઅપના વર્ષો બાદ અભિનેતાનો આરોપ
'ગૌહર ખાન મને ધર્મ પરિવર્તનનું દબાણ કરતી...
May 27, 2025
જાણીતા અભિનેતા મુકુલ દેવનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી આઘાતમાં
જાણીતા અભિનેતા મુકુલ દેવનું નિધન, બોલિવૂ...
May 24, 2025
કાન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ છવાઈ, નો જૂલરી લુક જોઈ ચાહકો થયા ફીદા
કાન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ છવાઈ, નો જૂલર...
May 24, 2025
Trending NEWS

મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડ્યુટી ભરવા જનારને દંડ...
31 May, 2025

ટ્રમ્પને મોટો ઝટકો, 'લિબરેશન ડે' ટેરિફ પર અમેરિકન...
29 May, 2025