પંજાબના ત્રણ શહેરમાં મીટ, દારૂ અને તમાકુ પર પ્રતિબંધ

December 22, 2025

મુખ્યમંત્રી ભગવંત સિંહ માને રવિવારે એક વીડિયો મેસેજમાં તેનું એલાન કર્યુ હતુ. ગયા મહિને શ્રી આનંદપુર સાહિબમાં પંજાબ વિધાનસભાનું એક વિશેષ સત્ર આયોજિત કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન સર્વસંમતિથી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.આ ખાસ સત્ર ગુરુ તેગ બહાદુરની ૩૫૦મી શહીદી જયંતિ નિમિત્તે બોલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 15 ડિસેમ્બરના રોજ, રાજ્ય સરકારે રૂપનગર જિલ્લાના શ્રી આનંદપુર સાહિબ, ભટિંડાના તલવંડી સાબો અને અમૃતસરના સુવર્ણ મંદિરની આસપાસના 'કોરિડોર' વિસ્તારને 'પવિત્ર શહેર'નો દરજ્જો આપતું જાહેરનામું બહાર પાડ્યું.

તેમના વીડિયો સંદેશમાં, સીએમ માનએ કહ્યું કે શીખોના પાંચ 'તખ્ત' છે, જેમાંથી ત્રણ શ્રી અકાલ તખ્ત સાહિબ (અમૃતસર), શ્રી દમદમા સાહિબ (તલવંડી સાબો, ભટિંડા) અને તખ્ત શ્રી કેશગઢ સાહિબ (શ્રી આનંદપુર સાહિબ) - પંજાબમાં છે.તેમણે કહ્યુ કે પંજાબ સરકાર ઇ રિક્શા, મિની બસ, શટલ બસ અને અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ સહિત દરેક જરૂરી વ્યવસ્થાઓ કરશે અને સુવિધાઓની વ્યવસ્થા કરશે.