ટી20 વર્લ્ડકપમાંથી બાંગ્લાદેશની હકાલપટ્ટી, ભારત સાથે પંગો ભારે પડ્યો!
January 24, 2026
ICCએ ટી20 વર્લ્ડકપ 2026માંથી બાંગ્લાદેશને બહાર કરવાનો આદેશ આપ્યો છે. ભારતમાં ન રમવાની જીદે ચઢેલા બાંગ્લાદેશને બદલે હવે સ્કોટલેન્ડ ટુર્નામેન્ટ રમશે. સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવાની પુષ્ટિ પણ થઈ ગઈ છે. ICCએ બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડના આ અંગે પત્ર પણ લખ્યો છે.
બાંગ્લાદેશની હકાલપટ્ટી બાદ હવે સ્કોટલેન્ડની ગ્રુપ-Cમાં એન્ટ્રી થઈ છે. આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઈટાલી સામેલ છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ સપ્તાહથી ICC અને બાંગ્લાદેશ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી.
બાંગ્લાદેશની જીદ હતી કે તેમની ટીમ ભારત નહીં આવે અને તેમની મેચો પાકિસ્તાનની જેમ શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે.
જોકે ICCએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે ટુર્નામેન્ટમાં રહેવું હોય તો ભારત આવીને જ રમવું પડશે. ICC બોર્ડની મીટિંગમાં પણ 14-2થી બાંગ્લાદેશની મેચો ભારતમાં જ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે બાંગ્લાદેશનો દાવો હતો કે ભારતમાં તેમના ખેલાડીની સુરક્ષાનો ખતરો રહેશે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ગમે તે ભોગે તેમની ટીમ ભારત તો નહીં જ આવે. નોંધનીય છે કે બાંગ્લાદેશ ભારત સાથે પંગો લઈ રહ્યું છે તે વિવાદનું મૂળ IPL સાથે જોડાયેલું છે. હાલમાં જ IPLમાંથી બાંગ્લાદેશ ખેલાડી મુસ્તફિઝુર રહેમાનની હકાલપટ્ટી કરવામાં આવી હતી.
ત્યારથી જ બાંગ્લાદેશ રોષે ભરાયેલું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાના કારણે IPLમાં બાંગ્લાદેશી ખેલાડીનો વિરોધ થયો હતો. ભારે આક્રોશ અને વિરોધના કારણે તેને IPLમાંથી રીલીઝ કરવામાં આવ્યો હતો.
1. સમગ્ર ટુર્નામેન્ટની તારીખ, જગ્યા વગેરે નક્કી થઈ ગયું છે અને યજમાન દેશ સાથે ICCના કરાર પણ થઈ ગયા છે. જે છેલ્લી ઘડીએ બદલી શકાય નહીં.
2. જો ICC બાંગ્લાદેશની આ માંગ સ્વીકારે તો ભવિષ્યમાં ભારે અસ્થિરતા ઊભી થઈ શકે છે, તમામ ટીમો ગમે તે બહાનું આપી મેચનું સ્થળ બદલવા માંગ કરશે.
Related Articles
ઈન્ડિયા વિ. ન્યૂઝીલેન્ડ મેચમાં 20 ઓવરની રમતને 15 ઓવરમાં સમેટી લીધી, ભારતીય ટીમે મેળવી જીત
ઈન્ડિયા વિ. ન્યૂઝીલેન્ડ મેચમાં 20 ઓવરની...
Jan 24, 2026
ભારતમાં T20 વર્લ્ડકપ નહીં રમો તો હકાલપટ્ટી કરીશું... ICCનું બાંગ્લાદેશને છેલ્લુ અલ્ટીમેટમ
ભારતમાં T20 વર્લ્ડકપ નહીં રમો તો હકાલપટ્...
Jan 21, 2026
ભારતને ઓલિમ્પિક મેડલ જીતાડનાર સાઈના નેહવાલે નિવૃત્તિ જાહેર કરી, કહ્યું - 'શરીર સાથ નથી આપતું'
ભારતને ઓલિમ્પિક મેડલ જીતાડનાર સાઈના નેહવ...
Jan 20, 2026
વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા, ભસ્મ આરતીમાં કુલદીપ યાદવ પણ જોડાયો
વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર...
Jan 17, 2026
T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ! બાંગ્લાદેશને આપ્યો પ્લાન B
T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ! બાંગ...
Jan 13, 2026
કોહલીએ વડોદરામાં સર્જ્યો રેકોર્ડ! આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપથી પૂરા કર્યા 28,000 રન
કોહલીએ વડોદરામાં સર્જ્યો રેકોર્ડ! આંતરરા...
Jan 12, 2026
Trending NEWS
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
24 January, 2026