બૅન્ક ઑફ બરોડાએ ગ્રાહકોને તાત્કાલિક પાસવર્ડ બદલવા કહ્યું, 1000 GB ડેટા લીક બાદ એડવાઇઝરી જાહેર
July 29, 2026
તાજેતરમાં થયેલા સાઇબર હુમલામાં બૅન્ક ઑફ બરોડાના એક કર્મચારીનું ઈ-મેઇલ અકાઉન્ટ હૅક થતાં બૅન્કનો અંદાજે 1000 GB ડેટા લીક થયો હોવાનો મામલો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બૅન્કનો એક ટેરાબાઇટ ડેટા લીક થયાનો દાવો થયા બાદ આ ઘટનાએ વધુ ધ્યાન ખેંચ્યું હતું.
આ ઘટનાને ધ્યાનમાં રાખીને બૅન્કે સાવચેતીના ભાગરૂપે તમામ ગ્રાહકોને મોબાઇલ બૅન્કિંગ અને નેટ બૅન્કિંગના પાસવર્ડ તાત્કાલિક બદલવાની સલાહ આપી છે. ઉપરાંત તમામ બૅન્કિંગ વ્યવહારો માટે SMS અને ઈ-મેઇલ અલર્ટ સક્રિય રાખવા પણ જણાવ્યું છે.
બૅન્કે ગ્રાહકોને પોતાના નામે આવતા શંકાસ્પદ SMS અથવા ઈ-મેઇલમાં રહેલી કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની ચેતવણી આપી છે. સાથે જ સમયાંતરે પોતાના નામે કોઈ ક્રેડિટ કાર્ડ અથવા લોન લેવામાં આવી છે કે નહીં તેની પણ ચકાસણી કરતા રહેવાની સલાહ આપવામાં આવી છે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026