કેન્દ્રના મૌન બદલ 27 જાન્યુઆરીએ બેન્કોની હડતાળ, અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગ ડે રાખવાની માગણી
January 10, 2026
બેન્ક કર્મચારીઓ દ્વારા પાંચ દિવસનું કાર્યસપ્તાહ કરવાની માંગણી બાબતે કેન્દ્ર સરકાર છેલ્લા દસ વર્ષથી મૌન સેવી રહી છે. આ વલણના વિરોધમાં આગામી 27મી જાન્યુઆરીએ બેન્ક કર્મચારીઓએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે. જોકે બેન્ક મેનેજમેન્ટ આ પ્રસ્તાવ પર સહમત થઈ ગયું છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી મંજૂરી ન મળતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેના વિરોધમાં આ હડતાલ પાડવામાં આવશે. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના મહામંત્રીના જણાવ્યા અનુસાર, જો શનિવારે રજા આપવામાં આવે તો બેન્કના કર્મચારીઓ બાકીના પાંચ દિવસ દરમિયાન રોજની 40 મિનિટ વધુ કામ કરવા તૈયાર છે, જેથી બેન્કિંગ કામકાજ પર કોઈ વિપરીત અસર ન પડે. વધુમાં, ડિજિટલ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવી સુવિધાઓ વધવાને કારણે બેન્ક શાખાની પ્રત્યક્ષ મુલાકાત લેતા ગ્રાહકોની સંખ્યામાં 70 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. આથી, બદલાતા સમય અને ટેકનોલોજીના પ્રસારને જોતા પાંચ દિવસનું કાર્યસપ્તાહ વ્યવહારુ હોવાનું એસોસિયેશનનું માનવું છે. સામે પક્ષે, સરકાર તરફથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) મેળવનારા નાના ખાતેદારોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે બેન્ક કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યું છે. તેની સરખામણીએ બેન્કમાં સ્ટાફની સંખ્યા સતત ઘટી રહી છે. આ નાના ખાતેદારોમાં બેન્કિંગ પ્રત્યે પૂરતી જાગૃતિ ન હોવાથી અને તેમને ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ આવડતો ન હોવાથી, કર્મચારીઓએ તેમની નાની-નાની કામગીરીમાં મદદ કરવી પડે છે. બેન્ક કર્મચારીઓને ચેકની સ્લીપ ભરી આપવાથી માંડીને પાસબુક મશીનમાં એન્ટ્રી કરી આપવા જેવા કાર્યો પણ કરવા પડે છે. સરકારની અંદાજે 30 જેટલી યોજનાઓના નાણાં સીધા ખાતામાં જમા થાય છે અને ખાતેદારો રકમ જમા થતાની સાથે જ તેનો ઉપાડ કરી લે છે. પરિણામે, બેન્કને આ નાણાંથી આર્થિક રીતે મોટો લાભ થતો નથી, પરંતુ વહીવટી કામગીરીમાં ખાસ્સો વધારો થાય છે.
Related Articles
પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં મહિલા પોલીસકર્મી પણ સામેલ
પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના...
Jan 17, 2026
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરૂણ મોત
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિ...
Jan 15, 2026
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમિટ હટાવવા સરકારનો આદેશ
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમ...
Jan 13, 2026
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળત...
Jan 13, 2026
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેરી કપાશે! આ રાજ્યમાં સરકારનો કડક આદેશ
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10...
Jan 13, 2026
Trending NEWS
T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ! બાંગ્લાદેશને આ...
13 January, 2026
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળ...
13 January, 2026
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડ...
13 January, 2026
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેર...
13 January, 2026
ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ રડાર પર:...
13 January, 2026
યશની ટોક્સિકનાં ટીઝર સામે કર્ણાટક મહિલા પંચમાં ફરિ...
13 January, 2026
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળ...
13 January, 2026
ભારતના Zen-G રિસ્ક લેવાથી પાછળ ન હટે, સરકાર તમારી...
13 January, 2026
બંગાળમાં નિપાહ વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા,...
13 January, 2026
ટૂંક સમયમાં ક્રુઝ શિપ દિલ્હીની યમુના નદી પર કાર્યર...
13 January, 2026