BCCIએ ચાલુ સીરિઝ વચ્ચે કુલદીપ યાદવને ભારતીય ટીમમાંથી રીલીઝ કર્યો, જાણો કારણ

November 03, 2025

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહોંચેલી ભારતીય T20I ટીમમાંથી સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવને રીલીઝ કરી દેવામાં આવ્યો છે. ત્રીજી T20I માટે કુલદીપને પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. હવે તે ભારત પાછો ફરશે. BCCI એ આની પાછળનું મોટું કારણ જણાવ્યું છે.  ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી T20I સીરિઝ માટે કુલદીપ યાદવને ભારતીય ટીમમાંથી રીલીઝ કરી દેવામાં આવ્યો છે. BCCI એ કુલદીપ યાદવને ટીમ ઈન્ડિયાની ટીમમાંથી રીલીઝ કરવા અંગે એક નિવેદન જારી કર્યું છે. નિવેદન પ્રમાણે દેશમાં પરત ફર્યા બાદ કુલદીપ દક્ષિણ આફ્રિકા-A ટીમ સામેની બે મેચની અનઓફિશિયલ ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા-A ટીમ માટે રમશે. ભારતીય ટીમ આ મહિને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ રમશે. નોંધનીય છે કે, ભારતીય ટીમ 14 નવેમ્બરથી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે. તેની તૈયારી પર BCCIનું ફોકસ છે. આને જ ધ્યાનમાં રાખીને કુલદીપને ટેસ્ટ સીરિઝની તૈયારી માટે પૂરતો સમય મળે તે માટે વહેલા ઘરે બોલાવી લેવામાં આવ્યો છે.