વધુ એક યુવતી બની અંધશ્રદ્ધાનો ભોગ! વલસાડના પલસાણા ગામે ભુવાએ શરીર પર 8 ડામ આપતા મોત
April 17, 2025

વલસાડના પલસાણા ગામે રહેતી યુવતીનું મોત થયા બાદ માતાજી આવતા હોવાની અંધશ્રદ્ધાને લઈ તાંત્રિક વિધી કરાવની વેળા ડામ આપતા દાઝી જતા મોત થયાની ચર્ચા ઊઠી છે. અંતિમ વિધી સમયે મૃતકના શરીર પર 8થી વધુ ડામ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસે પૂછપરાક આદરી છે. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા વિસેરા ફોરેન્સિંક લેબમાં મોકલી દીધા છે.
મળતી માહિતી અનુસાર, પલસાણા ગામે રહેતા અર્જુન હળપતિની 22 વર્ષીય પુત્રી દિવ્યા થોડા દિવસ પહેલા દાઝી જતાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પિતાએ સારવાર દરમિયાન પુત્રીને ખેંચ આવતા મૃત્યુ થયા અંગે પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ સ્મશાન ભૂમિમાં અંતિમ વિધી દરમિયાન મૃતકના શરીર પર 8થી વધુ ડામના નિશાન મળી ખાવતા ડાઘુઓ પણ ચોકી ગયા હતા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ થતા દિવ્યાના મોત કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે કોઝ ઓફ ડેથ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. વીડિયો વાઈરલ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પૂછપરછ આદરી હતી. ગામના લોકોમાં ચાલતી ચર્ચા મુજબ, મૃતકને માતા આવતા હોવાની અંધશ્રદ્ધાના કારણે ભુવા પાસે તાંત્રિક વિધી કરાવતી વેળા ડામ આપતા મોત થયું હતું.
Related Articles
ગુજરાતના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ, તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના
ગુજરાતના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ,...
May 09, 2025
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
Trending NEWS

09 May, 2025

09 May, 2025

08 May, 2025