B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ! રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદ
December 01, 2025
અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરી કરતા ચાંપતી કાર્યવાહી કરતા વાડજમાં રહેતા એક દંપતીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચને દંપતીના વાડજના ભાડાના મકાનમાંથી 35,77,500 રૂપિયાની કિંમતનો 357.750 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 36.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના વાડજમાં અખબારનગર સર્કલ નજીક ખત કોલોનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં ભાડાના મકાનમાં રહેતા 28 વર્ષીય કમલેશ બિશ્નોઈ અને તેની પત્ની 24 વર્ષીય રાજેશ્વરી બિશ્નોઇને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દંપતી પાસેથી નેટ 357 ગ્રામ 750 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 35,77,500 રૂપિયા છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે રોકડા 22,800 રૂપિયાના બે મોબાઇલ ફોન, બે આધાર કાર્ડની નકલ, બેટરીવાળો વજનકાંટો, અને 53 નંગ પ્લાસ્ટિકની પારદર્શક ખાલી ઝીપર બેગ સહિત કુલ 36,40,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ પતિ-પત્ની છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદમાં છૂટક ગ્રાહકોને એમ.ડી. ડ્રગ્સનો જથ્થો વેચી રહ્યા હતા. આ સમગ્ર ગેરકાયદે પ્રવૃત્તિમાં પકડાયેલી મહિલાનો મુખ્ય રોલ સામે આવ્યો છે. B.Ed. સુધીનો અભ્યાસ કરેલી રાજેશ્વરી ડ્રગ્સની હેરાફેરીનું કામ કરતી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, 'મારા મામાનો દીકરો સુભાષ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. સુભાષે મને આર્થિક લાભની લાલચ આપીને આ કામ માટે સહમત કરી હતી.'
રાજેશ્વરીએ પોલીસ સમક્ષ કબૂલ્યું કે તે લગભગ પાંચથી છ વખત રાજસ્થાનના સાંચોર ખાતે જઈને ગેરકાયદે એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવેલી છે. તાજેતરમાં જ પાંચ દિવસ પહેલા તે બસમાં સાંચોર ખાતે તેના પિયરમાં ગઈ હતી. ત્યાં તેના મામાના દીકરા સુભાષે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેથી લાવેલો MD ડ્રગ્સનો જથ્થો તેને આપ્યો હતો. આ જથ્થો અમદાવાદ લાવીને તે અને તેનો પતિ છૂટક વેચાણ કરતા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026