બેંગ્લુરુ એરપોર્ટ પર દુબઈથી 4 કિલો સોનું લાવતો અંધજન પકડાયો
March 09, 2025
બેંગલુરૂ- બેંગલુરૂના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક અંધ વ્યક્તિને 3.4 કરોડ રૂપિયાની કિંમતના સોનાની તસ્કરી કરતાં ઝડપી પાડવામાં આવ્યો છે. કસ્ટમ અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તેને 4 માર્ચના રોજ પકડી પાડ્યો હતો. તમને જણાવી દઇએ કે આ ધરપકડ કર્ણાટકની અભિનેત્રી રાન્યા રાવની ધરપકડના એક દિવસ પછી થઇ છે. રાન્યા રાવ પાસેથી 12.56 કરોડ રૂપિયાનું 14.2 કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું.
કસ્ટમ અધિકારીઓ જણાવ્યું હતું કે વિશિષ્ટ સૂચનાના આધારે બેંગલુરૂ એર કસ્ટમ અધિકારીઓએ આ અંધ મુસાફરને દુબઇથી આવતાં રોક્યો હતો. તેમણે કહ્યું કે 'તપાસ દરમિયાન તેના શર્ટની નીચે રાખવામાં આવેલું 3,995.22 ગ્રામ સોનું પકડાઇ ગયું. ભારતીય બજારમાં તેની કિંમત 3,44,38,796 રૂપિયા છે. તેના વિરૂદ્ધ તસ્કરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.'
આ પહેલાં સેન્ડલવુંડ અભિનેત્રી રાન્યા રાવને કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પર ડી.આર.આઇ.ની ટીમે સોનાની તસ્કરીના આરોઅમાં ધરપકડ કરી હતી. રાન્યા દુબઇથી બેંગલુરું પહોંચી હતી અને તેની પાસે 14 કિલોગ્રામ સોનાના તાર મળ્યા જે એક બેલ્ટમાં સંતાડેલા હતા. આ બેલ્ટ તેમના શરીર પર બાંધેલો હતો. આ ઉપરાંત તેમની પાસે 800 ગ્રામ સોનાના આભૂષણ પણ મળ્યા.
ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાંથી તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવી. તપાસ અધિકારીઓને શંકા છે કે તે બેંગલુરૂ એરપોર્ટ દ્વારા સક્રિયરૂપ ચાલી રહેલી સોનાની તસ્કરી ગેંગનો ભાગ છે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026