તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ, વિજયની શપથવિધિ પર અસમંજસ
May 09, 2026
તમિલનાડુમાં નવી સરકાર રચવાને લઈને ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે, કોંગ્રેસે અભિનેતા અને રાજનેતા વિજયની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ'ને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે, તેમ છતાં ધારાસભ્યોને અન્ય રાજ્યમાં ખસેડવામાં આવતા રાજકારણ તેજ બન્યું છે. TVK પ્રમુખ વિજયે શુક્રવારે અનેક વિરોધ પક્ષોનું સમર્થન મેળવ્યા બાદ તમિલનાડુમાં સરકાર બનાવવાનો ઔપચારિક દાવો રજૂ કર્યો છે. વિજયે ચેન્નાઈના રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સહયોગી પક્ષો તેમજ અપક્ષ સમર્થકોના સમર્થન પત્ર સોંપ્યા હતા. તમિલનાડુ રાજકારણમાં થલાપતિ વિજયની શપથવિધિ પહેલા જ મોટો 'ક્લાઈમેક્સ' આવ્યો છે. શનિવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા વિજયની રાહમાં હવે મુશ્કેલીઓ ઊભી થઈ છે. સત્તાના ગઠબંધનમાં સામેલ VCKએ ડેપ્યુટી CM પદની માંગણી કરીને વિજયના ગણિત બગાડ્યા છે. તાજેતરની વિગતો મુજબ, રાજ્યપાલ આર.વી. અર્લેકરને હજુ સુધી VCK અને IUMLના ધારાસભ્યોના હસ્તાક્ષરવાળા સમર્થન પત્ર મળ્યા નથી. વિજયે અત્યાર સુધી માત્ર 116 ધારાસભ્યોનું સમર્થન રજૂ કર્યું છે, જેમાં તેમની પોતાની પાર્ટી TVK (107), કોંગ્રેસ (5) અને ડાબેરી પક્ષો (4) નો સમાવેશ થાય છે. બહુમતી માટે 117નો આંકડો જરૂરી છે, અને વિજય અત્યારે મેજિક ફિગરથી માત્ર 1 ડગલું દૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, VCK એ સરકારમાં હિસ્સો મેળવવા માટે ડેપ્યુટી CM પદની જીદ પકડી છે. જ્યાં સુધી આ પદ અંગે સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી તેઓ સમર્થન પત્ર સોંપવા તૈયાર નથી. રાજભવન અત્યારે આ બાકી રહેલા પત્રોની રાહ જોઈ રહ્યું છે, જેના કારણે શપથ ગ્રહણના સત્તાવાર સમયની જાહેરાત હજુ સુધી થઈ શકી નથી. વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને વિજયે ઇતિહાસ રચ્યો છે (વિજય બે બેઠકો પરથી લડ્યા હોવાથી પક્ષની સંખ્યા 107 ગણાશે). અભિનેતામાંથી નેતા બનેલા વિજય માટે જનતામાં ભારે ઉત્સાહ છે, પરંતુ ગઠબંધનની રાજનીતિમાં પહેલા જ દિવસે તેમને કડક પરીક્ષાનો સામનો કરવો પડી રહ્યો છે. આ શપથવિધિ સમારોહમાં રાહુલ ગાંધી પણ હાજર રહે તેવી શક્યતા છે, પરંતુ અત્યારે તમામની નજર VCK ના આગામી પગલા પર છે.
Related Articles
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ
મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ...
Jun 05, 2026
પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆ...
Jun 05, 2026
મમતા બેનરજી યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે, મોટા ખેલની તૈયારીમાં
મમતા બેનરજી યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખ...
Jun 05, 2026
અનુમાન ખોટા સાબિત થયા, સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા
અનુમાન ખોટા સાબિત થયા, સંકટ વચ્ચે Q4માં...
Jun 05, 2026
'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી...', વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો
'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમ...
Jun 04, 2026
Trending NEWS
ગુજરાતમાં 226 કરોડના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કનો પર...
05 June, 2026
'અમેરિકા દબાણ બનાવી રહ્યું છે પણ ઈન્ડિયા ઝૂકશે નહી...
05 June, 2026
કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
04 June, 2026
'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી...',...
04 June, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સિરીઝ...
04 June, 2026
ટ્રમ્પને મોટો ઝટકો: અમેરિકન સંસદના નીચલા ગૃહમાં ઈર...
04 June, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધમાં વધુ એક ભારતીયનું મોત! કુવૈત એરપ...
03 June, 2026
2,000 કરોડના ડેરિવેટિવ્ઝ એકાઉન્ટિંગ સંબંધિત ઇન્ડસઇ...
03 June, 2026
શટલ ટ્રેન હુમલા બાદ પાક સેનાની મોટી કાર્યવાહી, બલૂ...
03 June, 2026
દિલ્હીમાં અગ્નિકાંડ: રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં 20...
03 June, 2026