અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યા કેસમાં મોટો ચુકાદો, મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓને આજીવન કેદ
December 19, 2025
અમદાવાદ : અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે વર્ષ 2022માં શહેરના ખાડિયા વિસ્તારમાં થયેલી ભાજપ કાર્યકર રાકેશ ઉર્ફે બોબીની હત્યાના કેસમાં આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર સહિત ચાર આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાથી ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોર્ટે તમામ પુરાવાઓ, સાક્ષીઓની જુબાની અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને ચાર આરોપીઓને કડક સજા સંભળાવી છે. આ હત્યાકાંડ પાછળના મૂળિયા 30 વર્ષ જૂના પારિવારિક ઝઘડામાં રહેલા છે.
અંદાજે ત્રણ દાયકા પહેલા આરોપી મોન્ટુ નામદારે પોતાની પિતરાઈ બહેન નમ્રતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. નમ્રતાના પરિવારે આ લગ્નનો સ્વીકાર કર્યો નહોતો અને ત્યારથી જ બંને પક્ષો વચ્ચે કડવાશ હતી. કૌટુંબિક ઝઘડાઓમાં બોબી હંમેશા નમ્રતાના ભાઈઓનો સાથ આપતો હતો. આ બાબત મોન્ટુ નામદારને ખટકતી હતી અને તેણે બોબી સાથે અદાવત રાખી હતી. વર્ષ 2022માં ખાડિયાની હજીરાની પોળમાં અદાવત રાખીને 5 શખ્સોએ હુમલો કર્યો હતો. ભાજપ કાર્યકર બોબી પર બેઝબોલના દંડા અને લાકડીઓ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થવાને કારણે બોબીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ખાડિયા જેવા શાંત વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસે તુરંત તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓની ધરપકડ કરી હતી.
સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આ કેસમાં કડક વલણ દાખવતા નોંધ્યું કે, અંગત અદાવતમાં કોઈની હત્યા કરવી એ ગંભીર ગુનો છે. ચારેય આરોપીઓને આજીવન કેદ ફટકારીને કોર્ટે સમાજમાં દાખલો બેસાડ્યો છે કે કાયદાથી ઉપર કોઈ નથી.
- મોન્ટુ નામદાર (મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત આરોપી)
વિશ્વ રામી
જયરાજ દેસાઈ
સુનિલ બજાણિયા
Related Articles
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હા...
Jul 07, 2026
ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ
ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવ...
Jul 07, 2026
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર...
Jul 06, 2026
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવે બંધ, 5 ડેમ હાઈએલર્ટ પર
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવ...
Jul 05, 2026
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના સાગરીત પર હરિ સિન્ધી સહિત ત્રણનો હુમલો
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના...
Jul 05, 2026
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર...
Jul 05, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026