બિહારની ચૂંટણીમાં ગડબડ થઈ, પરંતુ નક્કર પુરાવા નથી'- પ્રશાંત કિશોર
November 23, 2025
અમને ધાર્યા પ્રમાણે પરિણામ ન મળ્યું: પ્રશાંત કિશોર
દિલ્હી- જન સુરાજના સંસ્થાપક અને પૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (PK)એ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીની કારમી હાર બાદ પહેલીવાર ખુલીને નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે, ચૂંટણીમાં 'રિગ્ડ' એટલે પ્રભાવિત કે ગડબડ લાગે છે, જોકે તેમણે એ પણ સ્વીકાર્યું કે હાલમાં તેમની પાસે કોઈ જરૂરી પુરાવા નથી. ખાનગી ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, 'તેમની પાર્ટીની હાર જેટલી મોટી દેખાઈ રહી છે, જમીની હકીકત તેનાથી બિલકુલ અલગ છે. સુરાજની અનેક મહિનાઓથી ચાલેલી યાત્રા દરમિયાન જનતાનો ઉત્સાહ, સમર્થન અને ફીડબેક ઘણો સકારાત્મક હતો, પરંતુ મતદાન પરિણામમાં તે ન જોવા મળ્યું.'
પ્રશાંત કિશોરે કહ્યું કે, 'ચૂંટણીમાં એવા પરિણામો જોવા મળ્યા જેનો કોઈ તાર્કિક આધાર નથી દેખાયો. કેટલીક અદ્રશ્ય શક્તિઓ હતી. એવી પાર્ટીઓને મત મળ્યા જેમને લોકો જાણતા પણ ન હતા. કેટલાક લોકો મને કહી રહ્યા છે કે બોલો EVMમાં છેડછાડ થઈ, પરંતુ મારી પાસે તેનો કોઈ પુરાવો નથી. છતાં કેટલીક વસ્તુઓ મેળ નથી ખાતી. પહેલી નજરમાં લાગે છે કે કંઈક ખોટું થયું, પરંતુ શું થયું તે હજુ નથી ખબર. વોટિંગ પેટર્ન અને ગ્રાઉન્ડ રિપોર્ટ એકબીજા સાથે બિલકુલ મેળ નથી ખાતા, જેને લઈને શંકા વધુ ગાઢ બની છે.' પ્રશાંત કિશોરે વધુ એક ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'NDAએ હજારો મહિલાઓને 10,000 રૂપિયા રોકડ વહેંચ્યા, અને આ કામગીરી ચૂંટણી જાહેર થવાથી લઈને મતદાનના દિવસ સુધી ચાલી. તેમના અનુસાર, આ રકમ માત્ર પહેલો હપ્તો હતો.'
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026